હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે પીએચસી ખાતે ૧૮ ફેબ્રુઆરીના રકતદાન શિબિર યોજાશે


SHARE









મોરબીના લાલપર ગામે પીએચસી ખાતે ૧૮ ફેબ્રુઆરીના રકતદાન શિબિર યોજાશે

જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-લાલપર ખાતે આગામી તા. ૧૮ ના સવારના ૯:૦૦ કલાકથી આરોગ્ય શાખા-જિલ્લા પંચાયત મોરબી, GMERS મેડીકલ કોલેજ-મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-લાલપરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૮ થી ૬૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ અને ૪૫ કિગ્રાથી વધુ વજન ધરાવતી કોઇપણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે. તેમનું હિમોગ્લોબીનનું પ્રમાણ ૧૨.૫ g/dl થી વધારે હોય તો તેઓ દર ત્રણ મહિને રક્તદાન કરી શકે છે. તેમજ રક્તદાન થકી કોઈ અમૂલ્ય માનવ જીવન બચાવવાની યાત્રામાં સહયોગી બની શકાય છે. ઉક્ત રકતદાન શિબિરમાં મોરબી તાલુકાના મહત્તમ નાગરિકો ભાગ લે તેમ જિલ્લા વિકાસ અધિકારી, મોરબી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મોરબી દ્વારા અપીલ કરવામાં આવે છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત-મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News