મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત


SHARE









હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત

વાંકાનેરના મહારાજા અને રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રાજકોટ (હિરાસર) આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ તથા એર કાર્ગો ટર્મિનલ તાત્કાલિક શરૂ કરવા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.રામામોહન નાયડુજીને રજૂઆત કરી છે.

સાંસદએ જણાવ્યું હતું કે હિરાસર એરપોર્ટ સંપૂર્ણ રીતે તૈયાર હોવા છતાં આંતરરાષ્ટ્રીય તથા કાર્ગો કામગીરીમાં વિલંબને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગો અને નિકાસકારોને અમદાવાદ-મુંબઈ જેવા દૂરના એરપોર્ટ પર નિર્ભર રહેવું પડે છે. રાજકોટથી સીધી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી શરૂ થવાથી વેપાર-ઉદ્યોગ, નિકાસ, પ્રવાસન અને NRI સમુદાયને મોટો લાભ મળશે. આથી હિરાસર એરપોર્ટનું કાર્ગો ટર્મિનલ તાત્કાલિક શરૂ કરવા તથા સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે જરૂરી કાર્યવાહી ઝડપી પૂર્ણ કરવા સાંસદએ ભારપૂર્વક રજૂઆત કરી છે.




Latest News