મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન


SHARE









ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન

દેશના પાવન ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વના શુભ અવસરે મેંગોપીપલ પરિવાર માટે ગૌરવની એક ઐતિહાસિક અને અવિસ્મરણીય ક્ષણ સર્જાઈ છે. મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી માળીયા તાલુકાના મોટા દહીંસરા મુકામે યોજાઈ હતી, જ્યાં રાષ્ટ્ર સેવા અને સમાજ કલ્યાણ ક્ષેત્રે અદ્ભુત પ્રશંસનીય કામગીરી બદલ મેંગોપીપલ પરિવારના મનીષભાઈ રાઠોડને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગા, જિલ્લા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે તથા ઉચ્ચ અધિકારીઓની પાવન ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા!

મેંગોપીપલ પરિવાર એ માત્ર એક સંસ્થા નથી, પણ “ચાલો સાથે મળી કોઈના સ્મિતનું કારણ બનીએ” ના પવિત્ર વિચાર સાથે અવિરત ધબકતું એક વાત્સલ્યધામ છે.ઝૂંપડપટ્ટીના વંચિત ભૂલકાઓને ફ્રી એજ્યુકેશન આપીને તેમના ભવિષ્યને રોશન કરવું હોય કે પછી ‘પ્રોજેક્ટ મુસ્કાન’ દ્વારા દર મહિને દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ્સ પહોંચાડીને 'પિરિયડ પ્રાઇડ' અને આરોગ્યની સુરક્ષા આપવી હોય, સંસ્થા અવિરતપણે સમાજના છેવાડાના માનવી સુધી મદદનો હાથ લંબાવી રહી છે.૧૫ ઓગસ્ટના પવિત્ર દિવસે મળેલી આ સુંદર ઓળખ એ માત્ર એક પુરસ્કાર નથી, પણ સમગ્ર ટીમ અને સહયોગીઓની તપસ્યાનું ફળ છે, જે આગામી સમયમાં વધુ ઉમંગથી સેવા કરવા માટે નવી પ્રેરણા પૂરી પાડે છે. આ પ્રસંગે સંસ્થા દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકોના જીવનમાં વધુને વધુ ખુશીઓ લાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સંસ્થાની વધુ માહિતી મેળવવા માટે તેમજ સંસ્થાને સહયોગ આપવા માટે મનીષભાઈ રાઠોડ (9276007786) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.




Latest News