મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી દારૂની બે રેડ, 31 બોટલ દારૂ કબ્જે, એકની ધરપકડ બેની શોધખોળ: માળીયા પાસેથી દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો


SHARE













મોરબીમાં જુદીજુદી દારૂની બે રેડ, 31 બોટલ દારૂ કબ્જે, એકની ધરપકડ બેની શોધખોળ: માળીયા પાસેથી દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો

મોરબી શહેરમાં કાલિકા પ્લોટમાં મકાનમાં તથા જેલ ચોક નજીક વણકરવા તરફ જવાના રસ્તા ઉપર દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને પોલીસ દ્વારા 31 બોટલ દારૂનો જથ્થો કબજે કરવામાં આવેલ છે અને એક આરોપીની ધરપકડ કરેલ છે જો કે, બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ કાલિકા પ્લોટ મોમાઈ ડેરી સામેના ભાગમાં રહેતા ભુપેન્દ્ર વાઘેલાના કબજા ભોગવટા વાળા મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 22 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 6,600 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભુપેન્દ્ર જયસુખભાઈ વાઘેલા રહે. કાલિકા પ્લોટ મોમઇ ડેરી પાસે મોરબી વાળા સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબીમાં જેલ નજીક વણકરવાસ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની મોંઘી દાટ નવ બોટલો મળી આવી હતી જેથી પોલીસે તેની પાસેથી કુલ મળીને 14,937 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી યાશીન સિદીકભાઇ કુરેશી (22) રહે. મતવા વાસ ગેબનશા પીરની દરગાહ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તેને નાગોરી ઈમ્તિયાઝ હનીફભાઈ રહે. વાંકાનેર વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી આ બંને શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને ઇમ્તિયાઝને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ

માળીયા મીયાણા નજીક આવેલ ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી કાર નંબર જીજે 3 સીઇ 3771 પસાર થઈ હતી ત્યારે તે કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવા આવતા તેમાંથી અઢીસો લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 50,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો અને બે લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને અઢી લાખ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો છે અને આરોપી પારસ દિનેશભાઈ સોલંકી (19) રહે શોભેશ્વર રોડ મફતિયાપરા ઇરોઝ કારખાના સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે






Latest News