મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

બિગ બ્રેકિંગ: વાંકાનેર પાલિકાના માજી પ્રમુખ સહિત ત્રણ આગેવાનો આપમાંથી ઉમેદવારી કરતાં ભાજપમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ


SHARE







બિગ બ્રેકિંગ: વાંકાનેર પાલિકાના માજી પ્રમુખ સહિત ત્રણ આગેવાનો આપમાંથી ઉમેદવારી કરતાં ભાજપમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ

મોરબી જિલ્લામાં કાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યાર પહેલા આજે મોડી સાંજે ભાજપ પક્ષ દ્વારા વાંકનેર પાલિકાના માજી પ્રમુખ સહિતના કુલ ત્રણ આગેવાનોને ભાજપ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેથી મતદાન પહેલા વાંકાનેરમાં ખળભળાટ મચી ગયેલ છે.

વાંકાનેર નગરપાલિકાની ભાજપની છેલ્લી બોડી હતી તેને સરકાર દ્વારા સુપરસીડ કરવામાં આવી હતી ત્યાર બાદ હાલમાં મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તેના માટે કાલે તા 16 ના રોજ મતદાન થવાનું છે જો કે, ત્યાર પહેલા વાંકાનેર પાલિકાના માજી પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ત્રણ આગેવાનોને જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.

વાંકાનેર પાલીકાના માજી પ્રમુખ જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ, માજી ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઘેલુભા જાડેજા અને મયુર રમેશભાઈ જાદવને ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છેકે, વાંકાનેર પાલિકાની ગત બોડીને સરકાર દ્વારા સુપર સીડ કરવામાં આવેલ હતી જેથી કરીને ભાજપની ટિકિટ તેઓને મળે તેમ ન હતું માટે આ આગેવાનોએ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી જેથી કરીને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરનાર વાંકાનેર પાલિકાના માજી પ્રમુખ સહિતના ત્રણ અગ્રણીઓ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા વાંકાનેરમાં ખળભળાટ મચી ગયો છે.






Latest News