મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં જમીનના મનદુખમાં કાકાજીના સાળા સહિત બે શખ્સે મહિલા સહિતનાઓ ઉપર છરી-ધારિયા વડે કર્યો હુમલો, કારમાં કરી તોડફોડ


SHARE













માળીયા (મી)માં જમીનના મનદુખમાં કાકાજીના સાળા સહિત બે શખ્સે મહિલા સહિતનાઓ ઉપર છરી-ધારિયા વડે કર્યો હુમલો, કારમાં કરી તોડફોડ

માળીયા મીયાણામાં રહેતા મહિલાના પતિ અને કાકાજીને જમીન બાબતનું મનદુખ ચાલતું હોય કાકાજીના સાળા સહિત બે વ્યક્તિઓએ કાર અને બાઈકમાં છરી અને ધારીયા જેવા હથિયાર લઈને આવ્યા હતા અને મહિલાને તેમજ અન્ય લોકોને ગાળો આપી હતી અને ઝપાઝપી કરી હતી તેમજ તેઓના ઘર પાસે પડેલ બ્રેઝા ગાડીમાં તોડફોડ કરીને નુકસાની કરેલ છે તથા જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી ભોગ બનેલા મહિલાએ માળિયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણામાં સરકારી હોસ્પિટલની પાછળના ભાગમાં જેસરાભાઈ મોવરની વાડીમાં રહેતા સમીરાબેન અકબરભાઈ મોવર (34)એ હાલમાં યુસુફ ઉર્ફે ચીટર કાદરભાઈ જેડા અને સાહિલ યુસુફભાઈ જેડા રહે. બંને માળિયા મીયાણા વાળા સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના પતિ તથા તેના કાકાજી ગફુરભાઈને જમીન બાબતે મનદુઃખ ચાલતું હોય ફરિયાદીના કાકાજી ગફુરભાઈનો સાળો યુસુફ જેડા તે બાબતનો ખાર રાખીને થાર ગાડી તથા બાઈકમાં ધારિયા અને છરી જેવા હથિયાર સાથે આવ્યો હતો અને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપીને ઝપાઝપી કરી હતી હતી જેથી ફરિયાદી સહિતનાઓને સામાન્ય ઇજાઓ થયેલ હતો અને આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે પડેલ બ્રેઝા ગાડીમાં તોડફોડ કરીને નુકસાની કરી હતી આટલું નહીં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોબાઈલ ગુમ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર સોસાયટીમાં રહેતા રવિભાઈ દિનેશભાઈ સોલંકી (26)નો મોબાઇલ ફોન રવિવારે બજારમાંથી ગુમ થયેલ છે જેથી કરીને તેણે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News