મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ ડે વિથ કમિશનર કાર્યક્રમમાં જોડાઈ મોરબીના ધારાસભ્ય-રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીની રફાળેશ્વર ચોકડીએ મારામારીમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત: બનાવ હત્યામાં પલટયો મોરબીના મહેન્દ્રનગર ગામે શનિવારે રાતે હિન્દુ સંમેલનનું આયોજન મોરબીમાં મનપા દ્વારા ખાણીપીણીના ૧૬ વેપારીઓને નોટિસ: વાસી બટર-અખાદ્ય ખોરાકનો કરાયો નાશ મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન મોરબી રવિવારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વુમન પાવર એવોર્ડ  સમારોહ યોજાશે મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની સેવાકીય કામ સાથે ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીની બે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાયેલ ચૂંટણીમાં હળવદ પાલિકાના પ્રમુખ પદે ફોરમબેન રાવલ અને વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ પદે ડિમ્પલબેન સોલંકી ચુંટાયા


SHARE













મોરબીની બે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાયેલ ચૂંટણીમાં હળવદ પાલિકાના પ્રમુખ પદે ફોરમબેન રાવલ અને વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ પદે ડિમ્પલબેન સોલંકી ચુંટાયા

રાજ્યની વિવિધ નગરપાલિકાઓની અંદર છેલ્લે યોજાયેલ ચૂંટણી બાદ સ્થાનિક સંસ્થામાં પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં મોરબી જિલ્લાની વાત કરીએ તો હળવદ અને વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ તથા ઉપપ્રમુખના પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં હળવદ નગરપાલિકામાં 28 પૈકી 27 બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર ચૂંટાયેલા હોય ભાજપ તરફથી જે મેન્ડેડ આપવામાં આવ્યો હતો.તે મુજબ હળવદ નગરપાલિકાના પ્રમુખ પદે ફોરમબેન વિશાલભાઈ રાવલ અને ઉપપ્રમુખ પદે સતિષભાઈ દારજીભાઈ પટેલ વિજેતા જાહેર કરાયેલ છે.

જો કે, વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો 28 પૈકીની 21 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો ચૂંટાયા હતા, પાંચ બેઠક ઉપર કોંગ્રેસ, એક બેઠક ઉપર બસપા અને એક બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા હતા.જેથી પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી.જેમાં વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ પદે ડીમ્પલબેન હેમાંગભાઈ સોલંકી અને ઉપપ્રમુખ પદે હર્ષિતભાઈ દિનેશકુમાર સોમાણી વિજેતા જાહેર કરવામાં આવેલ છે.ઉલ્લેખનીય છે કે વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી જાગૃતીબેન ચૌહાણ દ્વારા પ્રમુખ પદ માટે અને મહંમદભાઈ રાઠોડ દ્વારા ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી કરવામાં આવી હતી અને તેઓએ હારનો સામનો કરવો પડ્યો હતો.






Latest News