મોરબી અવની ચોકડી નજીક અકસ્માત બનાવમાં વૃદ્ધા ઇજાગ્રસ્ત
SHARE






મોરબી અવની ચોકડી નજીક અકસ્માત બનાવમાં વૃદ્ધા ઇજાગ્રસ્ત
મોરબીની અવની ચોકડી નજીક રહેતા ગીતાબેન વનુભાઈ કુંડારીયા નામના ૬૯ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા. ત્યારે રવાપર-કેનાલ રોડ નિર્મલ સ્કૂલ નજીક તેઓનું બાઇક સ્લીપ થવાના બનાવમાં તેઓને ઈજા થતાં તેમને સારવાર માટે લઇ જવાયા હતા.જ્યારે મોરબીના કપિલા હનુમાન મંદિર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં માધાપર વિસ્તારમાં રહેતા અરબાઝ સલીમભાઈ ભટ્ટી (૨૨) અને હસીનાબેન સલીમભાઈ ભટ્ટી (૪૭) ને ઇજાઓ થતા બંનેને સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ડી.આર.ઝાલાએ તપાસ કરી હતી.
કામ દરમિયાન ઈજા
મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ અરવલ્લીના પરિવારના સાહેલીબેન સવજીભાઈ ડામોર નામની ૧૫ વર્ષીય યુવતીને કામ દરમિયાન ઇજા થતાં અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાડ આવેલ.બનાવને પગલે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જીલુભાઈ ગોગરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.મોરબી તાલુકાના ધૂળકોટ ગામેથી બાઈક લઈને જતા સમયે રસ્તામાં બાઇક ડિવાઈડરની સાથે અથડાતા જમણા પગના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં ભાવેશભાઈ મકનભાઈ દેત્રોજા (૪૧) રહે. માણેકવાડા ને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલાએ નોંધ કરીને તપાસ કરી હતી.
યુવાન સારવારમાં
મોરબીના રહેવાસી આર્યન દિનેશભાઈ નારણીયા નામના ૧૮ વર્ષના યુવાનને રાજકોટ હાઇવે ઉપર બાઈક અને બોલેરો અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે હળવદના રહેવાસી પ્રેમપુરી કેશવપુરી ગોસાઈ (ઉમર ૭૮) ને વીરપર ગૌશાળા નજીક બાઇક સ્લીપ થતા અકસ્માતગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયા હતા.તેમજ હળવદના દીઘડીયા ગામે રહેતા સોનાબેન વિનાભાઈ કાંજિયા (ઉમર ૨૦) ને હળવદ-સરા રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં ઈજા થતા તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
અકસ્માતમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર રહેતા મહેશગીરી પ્રવીણગીરી ગોસ્વામી નામનો ૪૭ વર્ષીય યુવાન મોરબીના કેનાલ રોડ બોરીયા પાટી નજીકથી જતો હતો. ત્યાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત બનાવમાં તેઓને ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના દલવાડી સર્કલ પાસે બાઈકમાંથી નિચે પડી જતા અનંત મુકેશભાઈ પરમાર (ઉંમર ૧૪) રહે.પંચાસર રોડ નામના સગીરને ઇજાઓ પહોંચી હતી જેથી તેને ખાનગી હોસ્પિટલએ સારવારમાં ખસેડાયો હતો.


