મોરબી : કચ્છથી કન્યાકુમારી જતી કોસ્ટલ સાયક્લોથોનનું ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓ સ્વાગત કરશે
SHARE






મોરબી : કચ્છથી કન્યાકુમારી જતી કોસ્ટલ સાયક્લોથોનનું ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓ સ્વાગત કરશે
ભારત સરકારના અત્યંત સંવેદનશીલ સ્થળોની સુરક્ષાની જવાબદારી જેના શિરે છે તેવા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (C.I.S.F.) ના 56 માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છથી કન્યાકુમારી સુધીની સાયકલ રેલીનું આયોજન થયેલ છે. 14 મહિલા સહિત કુલ 75 સાયકલ સવાર અને તેમના 50 જેટલા સપોર્ટિંગ સ્ટાફ સાથે કુલ 125 જવાનોનો કાફલો તા.9-3-25 રવિવાર સાંજે અંદાજે 6 કલાકે મોરબી જિલ્લામાં પ્રવેશ કરશે.સુરક્ષિત કિનારો સમૃદ્ધ ભારતની થીમ સાથે 25 દિવસમાં 3000 કિ.મી. થી વધારે અંતર કાપનારી આ યાત્રાનો મુખ્ય હેતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રગ્સ, શસ્ત્રો, વિસ્ફોટકોના જોખમોમાંથી પ્રજાને જાગૃત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષામાં લોકોને જોડવાનો છે.
મોરબી જિલ્લામાં તેઓનું સ્વાગત કરવા માટે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, હોદ્દેદારઓ, પ્રતિનિધિઓ જોડાશે.સાંજે 6 કલાકે અવધ ઓનેસ્ટ માળિયા મુકામે પ્રવેશ અન્વયે કાફલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ 15 કિ.મી.નું અંતર કાપી સરવડ મુકામે રાત્રી રોકાણ થશે. મોરબી માળિયાના પ્રજાજનોને આ રેલી જોવા અને જોડાવા ભાવભર્યું આમંત્રણ છે.


