મોરબી : કચ્છથી કન્યાકુમારી જતી કોસ્ટલ સાયક્લોથોનનું ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓ સ્વાગત કરશે
મોરબીની એલ.ઇ.કોલેજ ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા યોજાઇ, ૮૮ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
SHARE






મોરબીની એલ.ઇ.કોલેજ ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા યોજાઇ, ૮૮ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ-મોરબી ખાત્તે "ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા ૨૦૨૫" યોજવામાં આવી હતી.જેમાં કુલ ૮૮ થી વધુ વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો.આ વકૃત્વ સ્પર્ધામાં સૌપ્રથમ ડો.આર.એન.રાઠોડ, ડો.કે.બી.વાઘેલા એન.એસ.એસ.યુનિટ કો-ઓરડીનેટર દ્વારા વિદ્યાર્થીઓને વક્તવ્ય આપી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.સાથોસાથ સ્પર્ધાના નિયમો, વિષયો, સમયમર્યાદા વિશે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.ડો.જે.બી.ભેડા અને પ્રોફે. ડી.કે.અણઝારીયાએ ઈવેન્ટ જજ તરીકે પોતાની ભૂમિકા નિભાવેલ અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં રાજ્ય અને દેશની સંસ્કૃતિ અને વારસા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે સ્પર્ધાનુ મહત્વ સમજાવેલ.આ સ્પર્ધા વિદ્યાર્થીઓને તેમના ભાષણ કૌશલ્ય અને આત્મવિશ્વાસ વિકસાવવા માટે એક ઉત્તમ મંચ પ્રદાન કરે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને તેમની સંસ્કૃતિને વધુ સારી રીતે સમજવા અને તેમની પ્રતિભાને પ્રદર્શિત કરવાની તક આપે એવી આશા સાથે સંસ્થાના આચાર્ય ડો. આર.કે.મેવાડાએ ભાગ લેનાર વિધ્યાર્થીઓને સુવિચાર સાથે પારિતોષિક આપેલ.અંતે રાષ્ટ્રગીત ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કરેલ.કાર્યક્રમના સુચારુ સંચાલન માટે ડો.આર.એન.રાઠોડ, ડો. કે.બી.વાઘેલા અને સંપૂર્ણ એન. એસ. એસ. યુનિટે ખૂબ જ જહેમત ઉઠાવેલ હતી.


