મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વક બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી-વાંકાનેર શહેરમાં જુગારની ત્રણ રેડ: 12,500 ના મુદામાલ સાથે ત્રણ પકડાયા વાંકાનેર નજીક છકડો રિક્ષામાંથી નીચે પડતાં માથામાં ઇજા પામેલ બાળકનું સારવારમાં મોત મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમતથી નાયબ મામલતદારને વિમાની રકમ વ્યાજ સહિત મળી


SHARE











મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમતથી નાયબ મામલતદારને વિમાની રકમ વ્યાજ સહિત મળી

મોરબી મામલતદાર કચેરીમાં સર્વીસ કરતા નાયબ મામલતદાર જયદિપસિંહ ઝાલાએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કું.માંથી મેડીકલ વિમો ઉતરાવેલ હતો.તેઓને પગની તકલીફ થતા વિમા કાં.એ વિમો આપવાની ના પાડતા તેઓએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઈસ દાખલ કરેલ ગ્રાહક અદાલતે વિમા કંપનીએ જયદિપસિંહ ઝાલાને રૂા. ૨,૬૩,૬૨૭ તથા રૂા. ૭,૦૦૦ અન્ય ખર્ચના ૬ ટકા વ્યાજ સાથે તા. ૧૨-૮-૨૪ ના રોજથી ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઈસની વિગત એવી છે કે, નાયબ મામલતદાર જયદિપસિંહ એસ. ઝાલાએ મેડીકલ પોલીસી સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કકું. પાસેથી લીધેલી હતી.તેમને જમણા પગમાં હીપ રીપ્લેસમેન્ટની ફરિયાદ હોઈ અમદાવાદની આલોક હોસ્પીટલમાં દાખલ થયેલ અને ત્યાં સારવાર કરાવેલી હતી.તે સારવારનું બીલ રૂા.૨,૬૩,૬૨૭ આવેલ.આ બીલના તમામ કાગળો વિમા કંપનીને સમય મર્યાદામાં આપેલ.પોલીસીમાં એવુ જણાવેલ છે કે કુટુંબનો કોઈપણ સભ્ય બીમાર પડે તો વિમા કંપનીએ રકમ ચુકવવી.તેના બદલે ખુદ વિમા કંપની સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુરન્સ કાં. એ ગ્રાહકને વિમો ચુકવવાની ના પાડેલ.જેથી વિમેદારએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં જતાં મોરબી ગ્રાહક તકરાર નિવારણ અદાલતે વિમા કંપનીને જયદિપસિંહ ઝાલાને રૂા.૨,૬૩,૬૨૭ અને રૂા.૭,૦૦૦ ખર્ચના મળી કુલ રૂા.૨,૭૦,૬૨૭ તા.૧૨-૮-૨૪ થી ૬ ટકા વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.ગ્રાહકે વિમો લેતા પહેલા તમામ વિગતો અને નિયમોની જાણકારી મેળવી લેવી જરૂરી છે.છતાં કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા રામ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.








Latest News