મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા: હળવદ પોલીસે દારૂ-બિયરનો મુદામાલ કબજે કર્યો, આરોપી ફરાર


SHARE











મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા: હળવદ પોલીસે દારૂ-બિયરનો મુદામાલ કબજે કર્યો, આરોપી ફરાર

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે કારખાનાની સામે પુલની નીચેના ભાગમાં બાવળની કાટમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 1510 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે જ્યારે હળવદ તાલુકાની દેવળીયા ચોકડી થી જુના દેવડીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર થી પસાર થતાં સ્કૂટીને રોકવા પોલીસે પ્રયત્ન કર્યો હતો ત્યારે સ્કુટીનો ચાલાક તેનું વાહન છોડીને નાશી ગયો હતો જે સ્કૂટીને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂ બિયરનો જથ્થો મળી આવતા પોલીસે 24,933 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના જાંબુડીયા ગામે બેલ સેનેટરીની બાજુમાં પુલની નીચે બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા જલાભાઈ સિંધાભાઈ ગોલતર (20) રહે. ત્રાજપર નવલભાઇ દિનેશભાઈ પાટડીયા (20) રહે. ત્રાજપર રમેશભાઈ પરસોતમભાઈ સારલા (50) રહે નવા જાંબુડીયા અને જીવણભાઈ રૂપાભાઈ ભરવાડીયા (35) રહે નવા જાંબુડીયા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1510 ની રોકડ કબજે કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દારૂ બિયરનો જથ્થો પકડાયો આરોપી ફરાર

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે દેવડીયા ચોકડી થી જુના દેવડીયા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી સ્કુટી નંબર જીજે 27 ડીવાય 2832 પસાર થઈ રહ્યું હતું જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે દારૂની મોટી પાંચ અને નાની છ બોટલો તથા બિયરના આઠ ટીન મળી આવતા 4,933 ની કિંમત નો દારૂ બિયરનો જતો તેમજ 20 હજાર રૂપિયાની કિંમતનું સ્કુટી આમ કુલ મળીને 24,933 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને રેડ દરમિયાન આરોપી તેનું વતન સહિતનો મુદામાલ સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ હોય હાલમાં તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News