મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વક બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો
મોરબીનાં ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ: શોધખોળ
SHARE






મોરબીનાં ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ: શોધખોળ
મોરબી-હળવદ રોડ ઉપર આવેલ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવતા ભોગ બનેલના પિતાએ મોરબી તાલુકા પોલીસમાં અજાણ્યા ઈસમની સામે ફરિયાદ નોંધાવેલ છે.
મોરબી-હળવદ હાઈવે ઉપર આવેલ નીચી માંડલ ગામે રહેતા પરિવારની સગીરવયની દિકરીના ભોળપણાનો લાભ લઈને અજાણ્યો ઈસમ ગત તા.13-2-25ના સવારના 8 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા દરમ્યાનમાં સગીરાનું અપહરણ કરી ગયેલ છે. જેથી ઘરમેળે તપાસ કર્યા બાદ ભોગ બનેલ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકે અજાણ્યા ઈસમની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી સગીરાની ભાળ મેળવવા તથા આરોપીને પકડવા આગળની તજવીજ શરૂ કરેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
હળવદના ખારીવાડી વિસ્તારના રહેવાસી અલ્પાબેન કિશોરભાઈ સોનગ્રા નામના ત્રીસ વર્ષીય મહિલા પતિના બાઈકમાં પાછળ બેસીને જતા હતા ત્યારે હળવદના રામનગર ખાતે બાઈક આડે અચાનક ભુંડ આડુ ઉતરતા વાહન સ્લીપ થતા ઈજાગ્રસ્ત હાલતમાં અત્રેની આયુષ હોસ્પીટલે સારવાર માટે લવાયા હતા. તેમ પોલીસે જણાવેલ છે તેમજ હળવદના વૃંદાવન પાર્કમાં રહેતો શ્યામ ગણપતભાઈ કુબાવત નામનો 19 વર્ષનો યુવાન હળવદ-ધ્રાંગધ્રાના રસ્તે બાઈક લઈને જતો હતો ત્યાં વાહન સ્લીપ થતા સારવારમાં મોરબી લવાયો હતો.
વૃદ્ધા સારવારમાં
માળીયા(મીં)ના કાજરડા ગામે વાંઢ વિસ્તારમાં રહેતા હુરબાઈ કરીમભાઈ ભટ્ટી નામના 86 વર્ષના વૃદ્ધા બાઈકની પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં બાઈક આડે કુતરુ આવતા વાહન સ્લીપ થતા ઈજા પામેલ હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા. જયારે વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાં બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામેલ સાજીદ સલીમભાઈ મોવર (ઉ.વ.17)ને પણ સારવાર માટે મોરબી લવાયો હતો.
જયારે વાંકાનેરના નવાપરામાં આવેલ વાસુદેવ મંદિર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થતા મનીષાબેન કાનજીભાઈ કુનપરા (ઉ.28)ને સારવાર માટે અહીંન સીવીલે ખસેડાયા હતા


