કચ્છ લોકસભા પરિવાર-સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ હોય માર્ચ માહિનામાં મોરબી જિલ્લા સંકલનની બેઠક મોકૂફ કચ્છના ગુનેરી ગામે સાસંદની હાજરીમાં રંગોત્સવની ઉજવણી કરાશે મોરબી : રવાપર ગ્રામ પંચાયત નજીક બાઇકમાંથી પડી જતા વૃદ્ધા સારવારમાં સિંઘમ: મોરબી જિલ્લામાં રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગરના પરિવારે સરકારી ખરાબમાં બનાવેલ મકાન પોલીસ પ્રોટેકશન સાથે તોડી પડાયું મોરબી જિલ્લા તેજોરી કચેરી દ્વારા સો વર્ષ પુરા કરનાર પેન્શનરના પેન્શનમાં સો ટકાનો વધારો કરાયો; અન્ય પેન્શનરની હયાતીની ખરાઈ કરી પેન્શન ચૂકવાયું મોરબીનાં ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ: શોધખોળ મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વક બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા તેજોરી કચેરી દ્વારા સો વર્ષ પુરા કરનાર પેન્શનરના પેન્શનમાં સો ટકાનો વધારો કરાયો; અન્ય પેન્શનરની હયાતીની ખરાઈ કરી પેન્શન ચૂકવાયું


SHARE











મોરબી જિલ્લા તેજોરી કચેરી દ્વારા સો વર્ષ પુરા કરનાર પેન્શનરના પેન્શનમાં સો ટકાનો વધારો કરાયો; અન્ય પેન્શનરની હયાતીની ખરાઈ કરી પેન્શન ચૂકવાયું

જિલ્લા તિજોરી અધિકાર એ.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા તિજોરી કચેરીની પેન્સન શાખા દ્વારા ૧૦૦ વર્ષ પુર્ણ કરનાર પેન્શનરના ઉમર આધારિત પેન્શનમાં સો ટકાનો વધારો કરી ચુકવણું કરવામાં આવ્યું હતું તથા હોસ્પિટલમાં અન્ય દાખલ પેન્શનરની હયાતીની ખરાઈ કરી તેમને પણ ચુકવણી કરવામાં આવી હતી.

જિલ્લા તિજોરી કચેરીના પેન્શનર લક્ષ્મીબેન જીવરામભાઇ રામાનુજ ને ૧૦૦ વર્ષની ઉમર પૂર્ણ થતા ઉમર આધારિત પેન્શનમાં ૧૦૦ ટકાનો વધારો કરી અંદાજીત રૂ.૭ લાખ જેટલી રકમની ચુકવણી કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.જ્યારે સરકારી હોસ્પિટલ મોરબીમાં દાખલ બચુભાઇ નર્મદશંકર ત્રિવેદી કે જેમની હયાતીની ખરાઈ ન થવાના કારણે પેન્શન બંધ થઈ ગયું હતું.પેન્શન શાખાના કર્મચારીઓ દ્વારા તેમની રૂબરૂ મુલાકાત લઈ હયાતની ખરાઈ કરવામાં આવી હતી. હયાતીની ખરાઈ બાદ તેમને પણ અંદાજીત રૂ. ૫,૨૪,૦૦૦ ની ચુકવણી તાત્કાલીક કરી આપવામાં આવી હતી.આ ઉમદા કાર્યમાં મોરબી જિલ્લા તિજોરી કચેરીના અધિક તિજોરી અધિકારી સાવન રાજપરા, હિસાબનીશ નિલેશભાઇ પરમાર, સબ ઓડિટર વિશ્વરાજસિંહ ઝાલા અને જુનિયર કલાર્ક પ્રતિક્ષાબા જાડેજા સહિતના કર્મચારીઓ સહભાગી બન્યા હતા.








Latest News