કચ્છ લોકસભા પરિવાર-સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ હોય માર્ચ માહિનામાં મોરબી જિલ્લા સંકલનની બેઠક મોકૂફ કચ્છના ગુનેરી ગામે સાસંદની હાજરીમાં રંગોત્સવની ઉજવણી કરાશે મોરબી : રવાપર ગ્રામ પંચાયત નજીક બાઇકમાંથી પડી જતા વૃદ્ધા સારવારમાં સિંઘમ: મોરબી જિલ્લામાં રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગરના પરિવારે સરકારી ખરાબમાં બનાવેલ મકાન પોલીસ પ્રોટેકશન સાથે તોડી પડાયું મોરબી જિલ્લા તેજોરી કચેરી દ્વારા સો વર્ષ પુરા કરનાર પેન્શનરના પેન્શનમાં સો ટકાનો વધારો કરાયો; અન્ય પેન્શનરની હયાતીની ખરાઈ કરી પેન્શન ચૂકવાયું મોરબીનાં ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ: શોધખોળ મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વક બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

સિંઘમ: મોરબી જિલ્લામાં રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગરના પરિવારે સરકારી ખરાબમાં બનાવેલ મકાન પોલીસ પ્રોટેકશન સાથે તોડી પડાયું


SHARE











સિંઘમ: મોરબી જિલ્લામાં રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગરના પરિવારે સરકારી ખરાબમાં બનાવેલ મકાન પોલીસ પ્રોટેકશન સાથે તોડી પડાયું

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખીરઇ ગામે બુટલેગર અને તેના પરિવાર દ્વારા પોલીસ જ્યારે દારૂની રેડ કરવા ગઈ હતી ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં છ પોલીસ કર્મચારીઓને જે તે સમયે ઈજા થઈ હતી અને આ બુટલેગરના પરિવારનું એક મકાન સરકારી ખરાબમાં ઊભું કરવામાં આવ્યું હોય આજે માળિયાના મામલતદાર દ્વારા ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના બંદોબસ્ત વચ્ચે સરકારી ખરાબમાં બુટલેગરના પરિવારે દારૂનું વેચાણ કરીને મેળવેલા રૂપિયામાંથી ઊભું કરેલ ગેરકાયદેસર મકાન આજે તોડી પાડવામાં આવ્યું હતું

આમ તો ગાંધીનગરમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં માંગો ત્યાં દારૂ મળે તેવી પરિસ્થિતિ આજની તારીખે જોવા મળતી હોય છે તેવામાં મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખીરઇ ગામે દેશી દારૂના ધંધાર્થીને ત્યાં ગત તારીખ પાંચ માર્ચના રોજ સ્થાનિક પોલીસ પીઆઇની આગેવાની હેઠળ રેડ કરવા માટે પહોંચી હતી ત્યારે સ્થળ ઉપરથી બુટલેગર તથા દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો જો કે બુટલેગર અને દારૂનો જથ્થાને છોડાવવા માટે થઈને બુટલેગર ઈકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર ના પરિવારજનો દ્વારા પોલીસ ઉપર હથિયાર સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને છ પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જે તે સમયે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર તથા મહિલાઓ સહિત કુલ મળીને 10 વ્યક્તિઓની સામે ગુનો નોંધાયો હતો જે પૈકી સાત મહિલા અને ઇકબાલ મોવર તથા તેના પિતા હાજીભાઇ મોવર સહિત કુલ નવ આરોપીને પકડવામાં આવ્યા હતા અને એક આરોપી પકડવાનો બાકી છે.

દરમિયાન પોલીસ દ્વારા રેવન્યુ વિભાગમાંથી માહિતી મેળવવામાં આવતા ઈકબાલ ઉર્ફે ઇકો જે જગ્યા ઉપર રહે છે ત્યાં બાજુમાં તેના ભાઈ રફિક હાજીભાઈ મોવર દ્વારા ખીરઈ ગામના સર્વે નંબર 192 માં સરકારી જમીન ઉપર 900 ચોરસ મીટર જેટલી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરીને પાકું મકાન બનાવવામાં આવ્યું હતું અને દેશી દારૂના ધંધા કરીને મેળવેલ આવકમાંથી તેણે આ મકાન બનાવ્યું હોવાનું થી આજે માળીયાના મામલતદાર એચ.સી. પરમાર સહિતની રેવન્યુ વિભાગની ટીમ દ્વારા ડીવાયએસપી સમીર સારડા સહિતના પોલીસ અધિકારીઓની ટીમને સાથે રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી ખરાબાની જગ્યામાં ખડકી દેવામાં આવેલ પાકા મકાન ઉપર જેસીબી અને હીટાચી મશીન ફેરવી દઈને દબાણને તોડી પાડવામાં આવ્યું છે અને સરકારી જમીનને ખુલ્લી કરાવવામાં આવી છે.








Latest News