મોરબી : રવાપર ગ્રામ પંચાયત નજીક બાઇકમાંથી પડી જતા વૃદ્ધા સારવારમાં
SHARE






મોરબી : રવાપર ગ્રામ પંચાયત નજીક બાઇકમાંથી પડી જતા વૃદ્ધા સારવારમાં
મોરબી નજીકના રવાપર ગામે આવેલ ગ્રામ પંચાયત નજીકથી બાઈકમાં બેસીને જતા સમયે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં વૃદ્ધા ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાવ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલી દર્પણ સોસાયટીમાં રહેતા લાભુબેન ભગવાનજીભાઈ સાણંદિયા નામના ૭૭ વર્ષીય વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે રવાપર ગ્રામ પંચાયતના ખૂણા પાસે તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી ગયા હતા.જેથી ઇજાગ્રસ્ત હાલતના ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઇ જવાયા હતા.હોસ્પિટલમાંથી પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.તે રીતે જ મોરબીના નવલખી રોડ કુબેરનગરના નાલા પાસે બાઈક સાથે બાઈક અથડાવાના બનેલ અકસ્માત બનાવમાં પેથલભાઈ બાબુભાઈ ડાંગર (ઉમર ૩૫) રહે.ગાયત્રીનગર પાછળ શ્રદ્ધા પાર્ક સોસાયટી વાવડી રોડ ને ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓને પણ અત્રે ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને બનાવની હોસ્પિટલમાંથી પોલીસમાં જાણ કરાતા સ્ટાફના વિ.કે.ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
આરોપી મોરબીમાંથી પકડાયો
ઉત્તરપ્રદેશના આગ્રામાં આવેલ ડોકી થાણા વિસ્તારમાં અપહરણ, દુષ્કર્મનો ગુનો દાખલ થયો હતો.અપહરણ દુષ્કર્મ અને પોકસો એકટ હઠળ નોંધાયેલા ગુનાની તપાસમાં ત્યાંના પીએસઆઇ તેઓને મળેલ બાતમીને આધારે તપાસ માટે મોરબી આવ્યા હતા અને અહીં મોરબી સ્થાનિક પોલીસને સાથે રાખીને તપાસ કરવામાં આવતા મોરબી ખાતેથી ત્યાંના અપહરણ, બળાત્કાર અને પોકસોના ગુનાનો આરોપી સુનિલ રાજકુમાર ઉર્ફે પુંડા મોરબીમાંથી મળી આવ્યો હતો.જેથી તેને હસ્તગત કરીને તપાસના કામે યુપી લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
વૃદ્ધ સારવારમાં
મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામે રહેતા પ્રભાતસિંહ જુજારસંગ વાઘેલા નામના ૬૪ વર્ષના વૃદ્ધ તેઓના પૌત્રના બાઈકની પાછળ બેસીને કામસર બહાર જતા હતા.ત્યારે મહેન્દ્રનગર અને પીપળી ગામની વચ્ચે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા અકસ્માતે ઇજાગ્રસ્ત થયા હતા.જેથી અત્રે આયુષ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી.જ્યારે મોરબીના રફાળેશ્વર ગામે રહેતા મયંક જલાભાઇ બતાળા નામના ૧૩ વર્ષના તરૂણને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલએ સારવારમાં ખસેડાયો હતો.તે બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે પાનેલી નજીક તેમનું બાઇક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો જેમાં તેને ઈજા પહોંચી હોય સારવારમાં ખસેડાયો હતો તેમ પોલીસે જણાવેલ છે.
મહિલા સારવારમાં
મોરબી-કંડલા બાયપાસ ઉપર પાપાજી ફન વર્લ્ડ પાછળ આવેલા આનંદનગર વિસ્તારમાં રહેતા અંજલીબેન મનોજભાઈ ધીરૂભાઈ ભલગામડીયા નામના ૩૨ વર્ષીય મહિલા તેઓના ઘરે કોઈ કારણોસર વધુ પડતી ઘેનની ગોળીઓ ખાઈ જતા તેઓને બેભાન હાલતમાં અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.તેમ પોલીસએ જણાવેલ છે.હાલ આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.


