મોરબી જિલ્લાના નવલખી બંદરે સુવિધાઓમાં વધારો કરવા ચેમ્બર કોમર્સના પ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીના છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુનામાં નાસતો ફરતો આરોપી 12 વર્ષે પકડાયો
SHARE







મોરબીના છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુનામાં નાસતો ફરતો આરોપી 12 વર્ષે પકડાયો
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 12 વર્ષ પહેલા છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી આરોપી નાસતો ફરતો હતી જે આરોપીને કચ્છ જિલ્લાના ભચાઉ ખાતેથી મોરબી એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા પકડી લઈને હાલમાં એ ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી. પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કરી રહ્યો છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને સંયુક્તમા ખાનગી રાહે હકિકત મળી હતી કે, મોરબી સીટી એ ડિવિઝનમાં વર્ષ 2013 માં આઇ.પી.સી કલમ ૪૦૬ વિગેરે કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો જે ગુનાના કામે નાસતો ફરતો આરોપી મહેશકુમાર અંજનીસીંગ રહે. લોહર પશ્ચિમ તાલુકો સુલતાનપુર ઉતરપ્રદેશ વાળો હાલે કચ્છ જિલ્લાના ભચાઉ ખાતે આવેલ છે જેથી ત્યાં જઇને તપાસ કરતા આરોપી મહેશકુમારસિંહ અંજનીસિંહ રાજપુત (33) રહે. લોહર પશ્વિમ તાલુકો સુલતાનપુર ઉતરપ્રદેશ વાળો નાની ચિરઇ ગામ પાસે ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઇવે ઉપર આવેલ ક્રિષ્ના આઇ માતા હોટલ સામેથી મળી આવ્યો હતો જેથી તેને હસ્તગત કરીને આગળની કાર્યવાહી માટે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવેલ છે.
