મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નવલખી બંદરે સુવિધાઓમાં વધારો કરવા ચેમ્બર કોમર્સના પ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબી જિલ્લાના નવલખી બંદરે સુવિધાઓમાં વધારો કરવા ચેમ્બર કોમર્સના પ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત

માળિયા (મી)ના નવલખી બંદરે હાલમાં જે સુવિધાઓ છે તેમાં આધુનિક સુવિધાનો ઉમેરો કરીને સુવિધામાં વધારો કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને નવલખી બંદરે  વિકાસ કરવાની માંગ સાથે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

હાલમાં મોરબી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રીને જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લાના એકમાત્ર ઓલ વેધર નવલખી બંદર આવેલ છે જે બંદરને લાગુ પડતા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ સહિતના જીલ્લાઓ ઉદ્યોગ અને વેપાર ધંધા જોડાયેલ છે નવલખી બંદર પર સરકાર અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા SOP ના નિયમો લાગુ કરવામાં આવ્યા છે બંદર એક આદર્શ પરિસ્થિતિની રચના થયેલ છે જેના હિસાબે આયાતકારો અને હેન્ડલિંગ એજન્ટો માટે એક વ્યાપારિક દ્રષ્ટીએ શ્રેષ્ઠ નીતિ સ્થાપિત થયેલ છે કાર્ગો સ્ટોરેજ માટે એક તરફી નીતિ નષ્ટ થયેલ છે નવલખી બંદરેથી આયાત-નિકાસ થતો કાર્ગો ભારતના અન્ય રાજ્ય જેવા કે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ અને યુપી સહિતના રાજ્યોને લોજીસ્ટીક કોસ્ટમાં ફાયદાકારક છે જેથી નવલખી બંદરનો વિકાસ કરવો અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે

નવલખી બંદર પર જેટી બનાવેલ છે તે જેટી અને નવલખી ચેંક (ક્રિક) માં ડ્રેજીંગની જરૂરિયાત છે જો ત્યાં ડ્રેજીંગ કરવામાં આવે તો જેટી પરથી કન્ટેનર બાર્જીસ/કાર્ગો બાર્જીસનું લોડીંગ અને અનલોડીંગ થઇ શકે. કંડલા બંદરે વર્ષોથી જે ડ્રેજીંગ કરવામાં આવે છે તે ડ્રેજીંગનો કાદવ અને કાંપ ભરતી ઓટ સમયે નવલખી બંદર પર આવે છે નવલખી બંદરે દરિયાઈ પાણીની ઊંડાઈ ઓછી થતી જાય છે જેને લીધે ચેનલોમાં પુરાણ થતું જાય છે જેથી શીપો હાલ ૯ થી ૧૧ મીટરના ડ્રાફ્ટમાં નવલખી ઇનર વર્કિંગ એન્કરેજમાં આવે છે અગાઉ તેજ શીપો ૧૨ થી 14 મીટરના ડ્રાફ્ટમાં આવતી હતી જેથી ૨૪ કલાક બાર્જીસની મુવમેન્ટ થતી નથી જો કંડલા પોર્ટના ડ્રેજીંગનો કાદવ કાંપ નવલખી બંદર ઉપર જે આવે છે તે જો બંધ કરવામાં નહિ આવે તો ભવિષ્યમાં નવલખી બંદર બંધ થવાની શક્યતા છે

નવલખી બંદર પર હાલ કોલ હેન્ડલિંગ થાય છે ઉપરાંત અન્ય કાર્ગો જેવા કે ફર્ટીલાઈઝર, સોલ્ટ, ફૂડ ગ્રેઇન, બોકસાઈડ, કલીન્કર, ઇન્ડસ્ટ્રીયલ જીપ્સમ, સિરામિક અને અન્ય પ્રોડક્ટ્સ માટે પોર્ટમાં અલગથી સ્ટોરેજ માટે હયાત સ્ટોરેજ છે તેમાંથી જ સ્ટોરેજ માટે અલગ સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ જેથી વ્હાઈટ તેમજ અન્ય કાર્ગોની આયાત નિકાસ થઇ શકે. મોરબી સિરામિક, પેપરમિલ, સેનેટરી વેર્સ, ઘડિયાળ, પોલીપેક, ઓટોમોબાઈલ્સ (રાજકોટ), ટેક્ષટાઈલ/કોટન સહિતના ઉદ્યોગોને ગ્લોબલ માર્કેટમાં ટકી રહેવા માટે નવલખી બંદરે ઓછામાં ઓછા ૧૨ મીટરના ઊંડા દરિયાઈ પાણી મળી રહેતા હોય તે જગ્યાએ જેટીનું નિર્માણ કરવું જોઈએ અને કન્ટેનર લોડીંગ અન લોડીંગની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ હાલ મોરબીથી સિરામિક વગેરે તેમજ રાજકોટથી ઓટો મોબાઈલ્સ અને અન્ય કન્ટેનરો કંડલા અને મુન્દ્રા પોર્ટથી આયાત નિકાસ થાય છે તેના બદલે નવલખીથી થાય તો ઉદ્યોગકારોને લોજીસ્ટીક ચાર્જીસમાં ઘટાડો થાય, ગ્લોબલ માર્કેટમાં ટકી રહે અને ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય તેમ છે. 




Latest News