ટંકારાના જોધપર ઝાલા ગામે પોલીસ ઉપર અગાઉ હુમલો કરનાર આરોપીઓના ઘરે ગેરકાયદે વીજ જોડાણ કટ: દંડ વસૂલવા કવાયત
SHARE







ટંકારાના જોધપર ઝાલા ગામે પોલીસ ઉપર અગાઉ હુમલો કરનાર આરોપીઓના ઘરે ગેરકાયદે વીજ જોડાણ કટ: દંડ વસૂલવા કવાયત
ટંકારા તાલુકાનાં જોધપર ઝાલા ગામે દારૂની રેડ કરવા માટે અગાઉ ટિમ ગયેલ હતી ત્યારે પોલીસ ઉપર હુમલો કરવામાં આવેલ હતો જેથી પોલીસ એસોર્ટ, દારૂ વિગેરેના ગુનામાં સંડોવાયેલા બે સગા ભાઈના ઘરે પોલીસ પહોચી હતી ત્યારે ત્યાં ગેરકાયદે વીજ કનેક્શન હોવાનું સામે આવ્યું હતું જેથી વીજ અધિકારીઓને બોલાવીને વીજ કનેક્શન કટ કરાવ્યુ હતું અને વીજ કંપની દ્વારા દંડ વસૂલવા માટે અને વીજ ચોરીની ફરિયાદ કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે થોડા સમય પહેલા દારૂની રેડ કરવા માટે ગયા હતા ત્યારે કુલદીપસિંહ પ્રવીણસિંહ ઝાલા અને તેના ભાઈ જયપાલ પ્રવીણભાઈ ઝાલા દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવેલ હતો જેથી કરીને પોલીસે દારૂ, પોલીસ એસોર્ટ સહિતના અલગ અલગ જેના ઉપર નોંધાયેલ છે તે આરોપીના ઘરે પોલીસ ચેકિંગ માટે ગયેલ હતી ત્યારે ડીવાયએસપી સમીર સારડા, ટંકારાના પીઆઇ કે.એમ.છાસિયા સહિતના હાજર રહ્યા હતા અને આરોપીના ઘરે ચેક કરતાં તેના જુદાજુદા ત્રણ મકાન આવેલ છે. તેમાં ગેરકાયદે વીજ કનેક્શન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તાત્કાલિક પડધરી પીજીવીસીએલના અધિકારીઓને બોલાવવા આવ્યા હતા અને ઘરમાંથી ગેરકાયદે વીજ કનેક્શન વીજ કંપનીના અધિકારીઓએ દુર કર્યું હતું અને વીજ ચોરી પણ સામે આવેલ હતી જેથી કરીને વીજ ચોરીની ફરિયાદો ટંકારા તાલુકા પોલીસે નોંધાઈ તેવી શક્યતા છે અને વીજ કંપની દ્વારા દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

