મોરબી મહાપાલિકાનું 783.02 કરોડનું બજેટ કમિશનરે રજૂ કર્યું: વોર્ડ ઓફિસ, ઝોન ઓફિસ, ફાયર, ગાર્ડન ઉપર ફોક્સ
SHARE








મોરબી મહાપાલિકાનું 783.02 કરોડનું બજેટ કમિશનરે રજૂ કર્યું: વોર્ડ ઓફિસ, ઝોન ઓફિસ, ફાયર, ગાર્ડન ઉપર ફોક્સ
મોરબીને મહાપાલિકાનું નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે મહાપાલિકાના પ્રથમ બજેટમાં વોર્ડ ઓફિસ, ઝોન ઓફિસ, ફાયર, ગાર્ડન વિગેરે બાબતો ઉપર ફોક્સ રાખવામા આવ્યું છે અને કલેકટર કચેરીના સભાખંડમાં કમિશનર દ્વારા 783.02 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું છે.
મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા 783.02 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેમણે જણાવ્યુ હતું કે, આ બજેટને માર્વેલેસ બજેટ નામ આપવામાં આવ્યું છે અને નગરજનોની સુવિધામાં વધારો થાય તેવા અનેક કામોની આ બજેટમાં સમાવેશ કરીને તેના માટેની નાણાકીય જોગવાઓ કરવામાં આવેલ છે અને ખાસ કરીને બજેટની કુલ રકમમાંથી 711 કરોડ રૂપિયા મૂડી આવક એટ્લે કે મહાપાલિકાની નવી મિલકતો ઊભી કરવામાં આવશે જેમાં ખાસ કરીને વોર્ડ ઓફિસ, ઝોન ઓફિસ, ફાયર, ગાર્ડન વિગેરે બાબતો ઉપર ફોક્સ રાખવામા આવ્યું છે
વધુમાં અધિકારી કહ્યું હતું કે, બજેટ 783.02 કરોડમાંથી 711 કરોડ મૂડી ખર્ચ કરવામાં આવશે અને તેમાં ખાસ કરીને બગીચા, આધુનિક લાઈબ્રેરી, બ્યુટીફીકેશન, સ્વચ્છતા, ટ્રાફિક સિગ્નલ વિગેરે જેવી બાબતોને કેન્દ્ર સ્થાને રાખવામા આવેલ છે. આ ઉપરાંત શહેરના રોડ રસ્તા, નાલા, ફૂટપાથ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરીયમ વિગેરેના કામોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હાલમાં મોરબી શહેરનો વિકાસ થયેલ છે ત્યારે અતિ આધુનિક ત્રણ નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. આવી જ રીતે વોટર વર્કસ શાખા માટે 10 કરોડ, રોશની શાખા માટે 3 કરોડ વર્કશોપ શાખા માટે 2 કરોડ વિગેરે ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે.
જયારે મહેસુલી ખર્ચમાં ખાસ કન્ઝ્વર્ન્સીમાં 11.54 કરોડ, સ્ટાફ અન્ય ખર્ચ 8.25 કરોડ, ચૂંટણી શાખામાં 5.01 કરોડ જનરલ કન્ઝવર્ન્સીમાં 4.56 કરોડ, વર્કશોપમાં 3.74 કરોડ, ડ્રેનેજ માટે 3.41 કરોડ, બાધકામમાં 2.63 કરોડ, જાહેર બગીચામાં 1.72 કરોડ વિગેરે કુલ મહેસુલી ખર્ચ 73.17 કરોડ નો દર્શાવવામાં આવ્યો છે
કઈ કઈ જોગવાઈ કરવામાં આવી ?
મોરબી મહાપાલિકાના પહેલા બજેટમાં જે જોગવાઈ કરવામાં આવેલ છે તેમાં મોરબીના ઉમિયા સર્કલ નવો બ્રીજ બનાવવા 75 કરોડ, મુખ્ય કચેરી તથા ૨ ઝોન ઓફીસ બાંધકામ માટે 58 કરોડ, મોરબી મહાપાલિકા વિસ્તારમાં ૧૩ વોર્ડ ઓફીસ બનાવવા 8 કરોડ, સેન્ટ મેરી સ્કૂલ પાસે રેલ્વે ઓવરબ્રિજ બનાવવાનું કામ (GUDC), હયાત 24 સર્કલનું બ્યુટીફીકેશન, મચ્છુ નદીમાં ડાઉનસ્ટ્રીમ બ્રીજ તેમજ ૨ નવા અપસ્ટ્રીમ બ્રિજનું કામ અને રીંગ રોડના કામની જોગવાઈ કરેલ છે.
કયા કયા રોડનો આઇકોનિક રોડ તરીકે વિકાસ કરાશે
મોરબીના જુદાજુદા રોડને આઇકોનિક રોડ તરીકે વિકાસ કરવામાં આવશે જેમાં શનાળા રોડ 3500, મીટર, નવલખી રોડ 1500 મીટર, નાની કેનાલ રોડ 2250 મીટર, SP રોડથી આલાપ રોડ 950 મીટર અને લાલબાગથી અરુણોદય સર્કલ, અરુણોદય સર્કલથી ઉમા સ્કૂલ 2200 મીટર ના રોડનો સમાવેશ થાય છે.
