મોરબી જીલ્લામાં દારૂના 42 ગુના નોંધાયા, એક બોટલ દારૂ પકડાયો, બાકી સેમ્પલ લીધા !
મોરબી જીલ્લા ગાયત્રી પરીવાર દ્વારા ભવ્યરાત્રી કથા-સંસ્કાર મહોત્સવનું આયોજન
SHARE









મોરબી જીલ્લા ગાયત્રી પરીવાર દ્વારા ભવ્યરાત્રી કથા-સંસ્કાર મહોત્સવનું આયોજન
મોરબી જીલ્લા ગાયત્રી પરીવાર દ્વારા ભવ્ય રાત્રી કથા તથા સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 8 થી 12 એપ્રિલ સુધી રાત્રે 8:30 થી 11:30 સુધી શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથા યોજાશે અને મોરબીમાં આવેલ એસપી રોડે સનસીટી ગ્રાઉન્ડમાં આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ ઉપરથી મોરબીના જ પ્રજ્ઞાપુત્રી પાયલબેન પટેલ કથાનું રસપાન કરાવશે.
આ કથાની સાથે તા. 9 થી 12 એપ્રિલ દરરોજ સવારે 7:30 થી 10:00 સુધી સંસ્કાર મહોત્સવ (ગર્ભ સંસ્કાર, અન્ન પ્રાશન, વિદ્યારંભ, નામકરણ વગેરે.) નું આયોજન કરવામાં આવેલ છે. તો દરેક મોરબીની જનતાને કથાનું રસપાન કરવા તથા સંસ્કાર મહોત્સવનો લાભ લેવા આયોજકોએ આમંત્રણ આપેલ છે. અને સંસ્કાર મહોત્સવમાં ભાગ લેવા માટે જે લોકો ઇચ્છતા હોય તે લોકોએ મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર મધ્યસ્થ કાર્યાલય રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટ દુકાન નં:-50 - G નો સંપર્ક કરવાનો રહશે. અને વધુ વિગત માટે મણિભાઈ ગડારા (9428277391), વી.ડી. પટેલ (9979285873) અને અશ્વિનભાઈ રાવલ (9825120978) સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.
પાનેલી ગામે ધાર્મિક કાર્યક્રમ યોજાશે
મોરબીના પાનેલી ગામે મોરબીમાં મસાણી મેલડીનો તિથી માંડવો તથા શનિદેવ મહારાજની મુર્તિ શીલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 26/3/25 ના રોજ દાતાઓના સહયોગથી ધર્મોલ્લાસ ભર્યા ભક્તિભાવથી આ ધાર્મિક કાર્યક્રમ ઉજવવામાં આવશે. અને માંડવા નિમિત્તે તથા શનિદેવ મહારાજ યજ્ઞ નિમિત્તે જે કાંઈ આવક થશે તે આવક ગૌમાતાના નિભાવે વાપરવામા આવશે અને આ મહાપ્રસાદ બપોરે ૧૧:૩૦ કલાકે યોજાશે.
