મોરબી જીલ્લામાં દારૂના 42 ગુના નોંધાયા, એક બોટલ દારૂ પકડાયો, બાકી સેમ્પલ લીધા !
SHARE









મોરબી જીલ્લામાં દારૂના 42 ગુના નોંધાયા, એક બોટલ દારૂ પકડાયો, બાકી સેમ્પલ લીધા !
મોરબી જિલ્લામાં ગઈકાલે પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું દરમિયાન 42 જેટલા દારૂના અંગેના કેસ કરવામાં આવ્યા હતા જેમાં પોલીસ વિભાગ દ્વારા એક જગ્યાએથી માત્ર એક બોટલ દારૂ પકડવામાં આવેલ છે બાકી દેશી દારૂના સેમ્પલ લેવામાં આવ્યા હોય તેવા કેસ કરવામાં આવ્યા છે અને કોઈ ક્વોલીટી કેસ કરવામાં આવેલ નથી જેથી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે
મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં દેશી-વિદેશી દારૂ તથા અન્ય નશાકારક દ્રવ્યો મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કારણ કે મોરબી જિલ્લામાં અગાઉ નકલી વિદેશી દારૂની ફેક્ટરી, વિદેશી દારૂના ગોડાઉન તથા દેશી દારૂની ભઠ્ઠીઓ અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જુદા જુદા વિસ્તારમાંથી પકડાયેલ છે દરમિયાન રાજ્યના પોલીસ વડા દ્વારા અસામાજિક તત્વો સામે આકરી કાર્યવાહી કરવાની માટે સૂચના આપવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લામાં એસપીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના પાંચેય તાલુકાની અંદર પોલીસ વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાંથી કુલ મળીને 42 જેટલા દારૂ અંગેના કેસ શોધી કાઢવામાં આવ્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ 42 જેટલા કેસમાં એક જગ્યાએ માત્ર એક બોટલ દારૂ હળવદ તાલુકા પોલીસ વિસ્તારમાંથી પોલીસે મકાનમાંથી કબજે કરી હતી જો કે, બાકી મોટા ભાગની જગ્યા ઉપરથી દેશી દારૂના જાણે કે સેમ્પલ લેવામાં આવતા હોય તેમ બે લિટરથી લઈને 10 લિટર સુધીના જુદાજુદા કેસ કરવામાં આવ્યા હતા અને એકાદ જગ્યાએથી દેશી દારૂનો આથો પકડવામાં આવ્યો હતો ત્યારે સવાલએ ઉભો થાય છે શું ખરેખર મોરબી જીલ્લામાં વિદેશી દારૂના વેચાણ વેચાણ ઉપર બ્રેક લાગી ગયેલ છે ? દેશી દારૂનું મોરબીના ઓધ્યોગિક વિસ્તારોમાં પણ વેચાણ બંધ થઈ ગયેલ છે તેવા અનેક સવાલો પોલીસની કામગીરી સામે ઉઠવા લાગેલ છે. અને ગઇકાલે કરવામાં આવેલ કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગમાં એક પણ ક્વોલીટી કેસ મળી આવેલ નથી તે હક્કિત છે.
