મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નવયુગ કૉલેજ ખાતે એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરાયું


SHARE

















મોરબી નવયુગ કૉલેજ ખાતે એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરાયું

મોરબી એબીવીપી દ્વારા નવયુગ કૉલેજ ખાતે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી કૉલેજના વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોરબીમાં આવેલા નવયુગ કૉલેજ કે જ્યાં વિદ્યાર્થીઓ પાસેથી પૂરતી માત્રામાં ફી વસુલવા છતાં પણ કોલેજના ઘણા ખરા વિદ્યાર્થીઓને કૉલેજના કાર્યક્રમોમાં કે કૉલેજની પ્રવૃતિઓમાં આવવાની સંદતર મનાઈ કરવામાં આવે છે. કૉલેજની અંદર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર શાંતી પૂર્વક રજૂઆત કરવા છતાં પણ કૉલેજના પ્રિન્સીપાલ દ્વારા તોછડાઈ પૂર્વક જવાબ આપવામાં આવતો હતો. અને કૉલેજના પ્રિન્સીપાલને રજૂઆત કરી હતી ત્યારે પ્રિન્સીપાલે પોતે વિધાર્થીઓને ના નથી પાડી પરંતુ કાર્યક્રમનું આયોજન કરતી વિદ્યાર્થીઓની ટીમ દ્વારા ના પાડવામાં આવી છે આવી ખોટી વાતો કરીને વિધાર્થીઓને પરસ્પર ગુમરાહ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેથી કૉલેજના ટ્રસ્ટી પી.ડી કાંજીયાને પણ આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ અને એબીવીપીના આગેવાનો હાજર રહ્યા હતા. અને કૉલેજના ટ્રસ્ટી પી.ડી કાંજીયા દ્વારા વિદ્યાર્થીઓ કોલેજમાં નિયમિત હાજર રહેશે તો તેઓને અગામી કાર્યક્રમમાં જુદીજુદી પ્રવૃતિઓમાં પ્રવેશ આપવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી છે.




Latest News