મોરબીની સરકારી શાળાના શિક્ષકે જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી
મોરબી જીલ્લામાં અસામાજિક તત્વોનો આંકડો 261: માળીયા (મી)માં 3 શખ્સને વીજચોરી માટે 3.20 લાખનો દંડ, હળવદમાં હોટલ તોડી પાડી
SHARE







મોરબી જીલ્લામાં અસામાજિક તત્વોનો આંકડો 261: માળીયા (મિં.)માં 3 શખ્સને વીજચોરી માટે 3.20 લાખનો દંડ, હળવદમાં હોટલ તોડી પાડી
મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની સામે પોલીસે આકરી કાર્યવાહી કરી રહી છે ત્યારે મોરબીના એસપીની સૂચનાથી અસમાજિક તત્વોનું જીલ્લામાં લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે અને મોરબી જિલ્લામાં ગુંડા અને બદમાશોનું લિસ્ટ સતત વધી રહ્યું છે અને બે દિવસ પહેલા એસપીએ 166 લોકોનું લિસ્ટ તૈયાર હોવાનું કહ્યું હતી તેમાં અંદાજે 100 અસામાજિક તત્વોની વધારો થઈને હવે આ લિસ્ટ 261 સુધી પહોચ્યું છે અને આ શખ્સોને એલસીબી, એસઓજી, મોરબી ડિવિઝન તથા વાકાનેર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને તેમની પ્રવૃત્તિ અંગેની માહિતી મેળવવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે નહીં સંકળાય તે માટે હિદાયત કરવામાં આવી હતી અને કડક શબ્દોમાં કાયદાનું પાલન કરવાની સૂચના આપવામાં આવેલ છે.
હળવદ પોલીસ
હળવદ પોલીસ સ્ટેશનમાં પંકજ ચમનભાઈ ગોઠી તથા તેના ભાઈ ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી સામે દારૂ, હથિયાર અને મારા મારી સહિતના ગુના નોંધાયેલ છે જેથી કરીને તેઓની હોટલે બે દિવસ પહેલા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં વીજ કનેક્શન કટ કરવામાં આવ્યું હતું અને આ અસામાજિક તત્વોના કબજા ભોગવટામાં હળવદના સામંતસર તળાવની પાળ પાસે હાઈવે નજીક આવેલ "ઘરનો રોટલો" નામની હોટલ સરકારી જમીન ઉપર હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હળવદ પાલિકાએ પહેલા નોટિસ આપેલ હતી અને ત્યાર બાદ પોલીસના બંદોબસ્ત વચ્ચે હોટલનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું
માળીયા મિંયાણા પોલીસ
મોરબી જીલ્લામાં અસામાજીક તત્વો ઉપર કડક કાર્યવાહી કરવા માટેની એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા સૂચના આપવામાં આવેલ છે ત્યારે ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ માળીયા (મિં.) પોલીસ દ્વારા ત્રણ અસામાજીક તત્વોના ઘરે પી.જીવીસીએલ કચેરી પીપળીયાના નાયબ ઇજનેર એ.એસ.અંબાણી સહિતની ટીમને સાથે રાખીને રેઇડ કરી હતી ત્યારે યુસુબ કાદર જેડા રહે. વાડા વિસ્તાર માળીયા, ફારૂક દીલાવર જેડા રહે. માતમ ચોક માળીયા અને અકબર કાસમ મોવર રહે. સરકારી દવાખાના પાછળ માળીયા વાળાને ત્યાં વીજ ચોરી સામે આવી હતી જેથી કરીને કુલ મળીને 3.20 લાખનો દંડ કરવામાં આવેલ છે.
ટંકારા પોલીસ
ટંકારા તાલુકા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ જેવી કે દારૂની હેરાફેરી અને વેચાણ, શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુના કરવાની ટેવ વાળા તેમજ એમસીઆર કાર્ડ વાળા શખ્સોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા અને પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેઓને આવી પ્રવૃત્તિઓનું પુનરાવર્તન ન કરવા માટે થઈને કડક ભાષામાં કાયદામાં રહેવા માટે થઈને તાકીદ કરવામાં આવી હતી અને આ ઉપરાંત આ શખ્સો દ્વારા ગેરકાયદે બાંધકામ કરીને દબાણ, સરકારી જમીન ઉપર દબાણ, ગેરકાયદે વીજ જોડાણ કે પાણીના કનેક્શન લેવામાં આવેલ હોય તો તેની વિગતો પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં સંબંધિત વિભાગને સાથે રાખીને આકરી કાર્યવાહી કરવામાં આવશે.
વાંકાનેર સિટી-તાલુકા પોલીસ
વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલ શખ્સોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા અને શરીર સંબંધી, મિલકત સંબંધી સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલ શખ્સોને પોલીસ સ્ટેશને બોલાવીને કાયદામાં રહેવા માટેની ડીવાયએસપી સમીર સારડા દ્વારા તાકીદ કરવામાં આવી હતી અને છેલ્લા દિવસોમાં વાંકાનેર સિટી-તાલુકા પોલીસ વિસ્તારમાં અંદાજે 20 જેટલા ગેરકાયદે કનેક્શન કટ કરવામાં આવેલ છે અને હજુ પણ અસામાજિક તત્વોની મિકલતો કાયદેસર છે કે કેમ ?, સરકારી જમીન ઉપર દબાણ છે કે કેમ?, ગેરકાયદે વીજ જોડાણ કે પાણીના કનેક્શન કાયદેસર છે કે કેમ ? તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં તેને લઈને કાર્યવાહી કરવામાં આવશે.
મોરબી સિટી-તાલુકા પોલીસ
મોરબી શહેર અને તાલુકામા ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોને મોરબી એલસીબી, મોરબી બી ડિવિઝન અને તાલુકા પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા જેમાં બૂટલેગર, એમ.સી.આર. કાર્ડ વાળા, એચ.એસ., શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ કરવાની ટેવ વાળા ઇસમોને બોલાવ્યા હતા અને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી અને આવી પ્રવૃતિઓનું પુનરાવર્તન ન કરે તે સંબંધે જરૂરી તાકીદ કરવામાં આવેલ હતી.
