હળવદના રાયસંગપર ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ 12,670 ની રોકડ સાથે પકડાયા
મોરબીની કુંભાર શેરીમાં ઘરમાંથી 22 બોટલ દારૂ સાથે એક આરોપી પકડાયો, બે શખ્સની શોધખોળ
SHARE







મોરબીની કુંભાર શેરીમાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત એલસીબીની ટીમને મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 22 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ બાબતે હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 3 શખ્સની સામે ગુનો નોંધી બાકીના બે શખ્સોને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં આવેલ કુંભાર શેરીમાં રહેતા હિતેશ ઉર્ફે મોઢિયો ધોળકિયાના કબજા વાળા રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 22 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 27,423 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હિતેશ ઉર્ફે મોઢિયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા (35) રહે, નવાડીલા રોડ અશોક પાન પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને આ દારૂની બોટલો અંકિત અરુણભાઈ રાઠોડ રહે. નવલખી રોડ શ્રદ્ધા પાર્ક મોરબી તથા એક અજાણ્યા ટ્રક ચાલક પાસેથી મેળવીને પોતાના ઘરમાં રાખી હોવાનું જણાવ્યું હતું જેથી હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ 3 શખ્સોની સામે ગુનો નોંધાયો છે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
બે બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબી ટંકારા હાઈવે રોડ ઉપર આવેલ કમ્ફર્ટ હોટલ સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે મોંઘીદાટ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,346 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી ભાવિનભાઈ વિનોદભાઈ ચાવડા (22) રહે. વીરપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સાહિલભાઈ સિદ્દીકભાઈ ચાનિયા રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય આ બંને શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને સાહિલભાઈ ચાનીયાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
