નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીના લડાયક-લોકપ્રિય નેતા અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય માટે આજે હનુમાન ચાલીસાના સમૂહગાનનું ઠેરઠેર આયોજન


SHARE





મોરબીના લડાયક-લોકપ્રિય નેતા અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય માટે આજે હનુમાન ચાલીસાના સમૂહગાનનું ઠેરઠેર આયોજન

મોરબીના લોકપ્રિય અને લડાક નેતા તેમજ ધારાસભ્ય અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું તાજેરમાં કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું છે ત્યાર બાદ તેઓના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ માટે આજે મોરબી અને માળીયા વિસ્તારમાં ઠેરઠેર હનુમાન મંદિરોમાં હનુમાન ચાલીસાના સમૂહગાનનુંઆયોજન કરવામાં આવ્યું છે.

મોરબી અને માળીયા તાલુકા વિસ્તારમાં છેલ્લા 40 વર્ષ જેટલા સમયથી કાંતિભાઈ અમૃતિયા લોકપ્રતિનિધિત્વ કરી રહયા છે અને હમેશ સાચા લોકોની સાથે અડગ બનીને ઊભા રહ્યા છે આટલું જ નહીં પરંતુ લોકોની સુવિધાઓમાં પણ રાજ્ય સરકારના મધ્યમથી અનેક ગણો વધારો તેઓએ છેલ્લા વર્ષોમાં કરાવ્યો છે એટલા જ માટે છેલ્લે યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ મોરબીની બેઠક ઉપરથી જંગી લીડ સાથે વિજેતા બન્યા હતા. જો કે, થોડા મહિના પહેલા તેઓને અન્નનળીનું કેન્સર ડિટેક્ટ થયું હતુ અને ત્યાર બાદ તાજેતરમાં તેઓનું મુંબઈની હોસ્પિટલ ખાતે સફળ ઓપરેશન પણ થઈ ગયું છે ત્યારે કાંતિભાઈ અમૃતિયાને હનુમાનજી મહારાજમાં અખૂટ શ્રદ્ધા અને આસ્થા છે. એટલા જ માટે તેઓએ પોતાની છાતી ઉપર હનુમાનજી મહારાજની પ્રતિકૃતિ ત્રોફાવેલ છે.

હાલમાં કેન્સરના ઓપરેશન પછી તેઓ આરામમાં છે ત્યારે તેમના સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ માટે અને તેઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે હનુમાન ચાલીસાની નાશે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમન બીરાની પંક્તિ ને ધ્યાને લઈને આજે તા 28/02/2026 ને શનિવારના રોજ સાંજની આરતી વેળાએ (ઝાલર ટાણે) હનુમાન ચાલીસાના સમૂહ ગાનનું આયોજન કરવામાં આવેલ છે. જેથી કરીને મોરબી અને માળીયા તાલુકામાં ઠેરઠેર તેઓના તમામ મિત્રો, સ્નેહીઓ, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો દ્વારા સ્વયંભૂ રીતે પોત-પોતાના ગામના હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસાનું સમૂહગાન કરવામાં આવશે. અને કાંતિભાઈ અમૃતિયા ઝડપથી સ્વસ્થ બનીને પુનઃ એ જ ઊર્જા, ઉત્સાહ અને જોમ-જુસ્સા સાથે લોકોની વચ્ચે કાર્યરત થાય તેના માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવશે.




Latest News