ટંકારાના હરબટીયાળી ગામે શાળામાં બનાવેલ ચકલી બની આકર્ષણનું કેન્દ્ર
મોરબીમાં રામનવમીની ઉજવણીની તૈયારી માટે કાલે હિન્દુ સમાજ-સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોને બેઠક મળશે
SHARE









મોરબીમાં રામનવમીની ઉજવણીની તૈયારી માટે કાલે હિન્દુ સમાજ-સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોને બેઠક મળશે
આગામી રામનવમીને ધ્યાને રાખીને શ્રી રામ જન્મ ઉત્સવને ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે તેના ભાગરૂપે અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે સમગ્ર સનાતનની હિન્દુ સમાજ અને સર્વે હિન્દુ સંગઠનના અધિકારી અને કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કાલે રાતે કરવામાં આવ્યું છે.
મોરબીમાં સમગ્ર સનાતનની હિન્દુ સમાજ અને સર્વે હિન્દુ સંગઠનના અધિકારી અને કાર્યકર્તા ભાઈઓને જણાવ્યુ છેકે, આવતી કાલે શનિવારે તા.૨૨/૩ ના રોજ રાત્રે 9:00 વાગ્યે શ્રી રામ જન્મ ઉત્સવ અનુસંધાને એક મહત્વની બેઠક રાખેલ છે અને આ બેઠક અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે રાખેલ છે જેમાં બધા જ ભાઈઓ, બહેનો વડીલો અને સમગ્ર સમાજના અગ્રણી, અધિકારી અને સંગઠનના અધિકારી તથા કાર્યકર્તા હિન્દુ યોદ્ધાઓને આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. અને આ બેઠકમાં ધાર્મિક તહેવાર ભવ્ય અને દિવ્ય ઉજવવા માટેનું આયોજન કરવામાં આવશે. તેમજ રામ જન્મ ઉત્સવ હિન્દુ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવશે તેની ચર્ચા કરવામાં આવશે.
