મોરબીમાં શેઠની સાથે રૂપિયાની લેતી દેતી બાબતે બોલાચાલી થતાં વતનમાં જતાં રહેલા યુવાન સાથે રહેતા બે યુવાનોને શેઠ સાહિત બે શખ્સોએ મારમાર્યો
SHARE









મોરબીમાં શેઠની સાથે રૂપિયાની લેતી દેતી બાબતે બોલાચાલી થતાં વતનમાં જતાં રહેલા યુવાન સાથે રહેતા બે યુવાનોને શેઠ સાહિત બે શખ્સોએ મારમાર્યો
નીંચી માંડલ ગામ ભાભા શોપીંગની પાછળ ગોડાઉનમા રહેતા શ્રમિક યુવાનને રૂપિયાની લેતી દેતી બાબતે શેઠ સાથે બોલાચાલી થતા તે યુવાન તેના વતનમાં જતો રહ્યો હતો જેથી તે યુવાનની સાથે રહેતા અન્ય બે યુયાવનોને શેઠ સહિત બે શખ્સોએ માર માર્યો હતો જેથી ઇજા પામેલા બંને યુવાનોને સારવારમાં ખસેડાયા હતા અને ત્યાર બાદ ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ પાટડીના રહેવાસી અને હાલમાં મોરબીના નીંચી માંડલ ગામ ભાભા શોપીંગની પાછળ ગોડાઉનમા રહેતા કાનજીભાઇ રામાભાઇ સુરેલા (29) એ જીતેન્દ્રભાઇ પટેલ અને વિપુલભાઈ પટેલ રહે. બન્ને નિચી માંડલ ગામ રાધે પાન નામની દુકાન તાલુકો મોરબી વાળની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, નીંચી માંડલ ગામ ભાભા શોપીંગની પાછળ ગોડાઉનમાં ફરિયાદીનો કાકાનો દીકરો કીરણ અને તેનો મીત્ર હીતેષ રહેતા હતા અને રાધે પાન સેન્ટરમા કામ કરતાં હતા અને આરોપી જીતેન્દ્રભાઇ પટેલ તેઓના શેઠ સાથે પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થતા હીતેષ તેના ગામડે ફરીયાદીનુ બાઇક લઇને જતો રહયો હતો જેથી આ કામના આરોપી જીતેન્દ્રભાઇ પટેલએ ફરીયાદી તથા ઇજા પામનાર સાહેદ કીરણભાઇ પાસે આવી ફરીયાદીને કહેલ કે હીતેષને તમે કેમ ભગાડી દીધો તેમ કહી ફરીયાદી સાથે જપાજપી કરી ગાળો આપેલ હતી અને હિતેશ બાબતે પુછપરછ કરી હતી. ત્યાર બાદ તેની ગાડીમાં બેસાડી રાધે પાન નામની દુકાને લઈ ગયા હતા અને ત્યાં ખુરેશી ઉપર બેસાડી બંને આરોપીઓએ ફરિયાદી અને સાહેદને ત્રણ કલાક સુધી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો અને જીતેન્દ્રભાઇ પટેલે તેના હાથમા રહેલ લાકડાનો ધોકો ફરીયાદીને માર્યો હતો તેમજ માથાના ભાગે માર્યો હતો અને સાહેદ કિરણભાઈને પણ ઢીંકાપાટુનો માર માર્યો હતો અને હાથપગ ભાંગી નાખવાની ધમકી આપી હતો જેથી બંને યુવાને સારવાર લીધા બાદ ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
