મોરબી એબીવીપી દ્વારા શહિદ દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
SHARE









મોરબી એબીવીપી દ્વારા શહિદ દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબી એબીવીપી દ્વારા વિધાર્થીહિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને સાથે રાખીને જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે તારીખ ૨૩ માર્ચ એટલે કે શહિદ દિન નિમિત્તે એબીવીપી દ્વારા મોરબીના શનાળા રોડે આવેલ સંસ્કાર બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં વિધાર્થીઓ તથા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ હાજર રહ્યા હતા.
