મોરબીમાં જમીન કેસનો વિડીયો બનાવીને યુવાને ઝેરી દવા ગટગટાવીને કર્યો આપઘાત
મોરબી 602 જમીન કૌભાંડ: હાલની આરોપી મહિલા વર્ષ 2017 માં જમીનની માલિક કે વારસદાર ન હોય તો સટાખત કેવી રીતે કરી આપ્યો !?
SHARE









મોરબી 602 જમીન કૌભાંડ: હાલની આરોપી મહિલા વર્ષ 2017 માં જમીનની માલિક કે વારસદાર ન હોય તો સટાખત કેવી રીતે કરી આપ્યો !?
મોરબીના વજેપર ગામ આવેલ સર્વે નંબર ૬૦૨ વાળી જમીનમાં સામાન્ય વ્યક્તિને પણ ઉડીને આંખે વળગે તેવું કૌભાંડ કરવામાં આવ્યું છે તો પણ અધિકારો દ્વારા જાણે કે તેની મિલીભગત હોય તેવી રીતે આ કૌભાંડમાં ઢાંકપિછેડો કરવા માટે ધમપછાડા કરી રહ્યા છે જો કે, આ સમગ્ર કૌભાંડની વાત કરીએ તો સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ પોતાની માલીકીની જમીન હોય તેની વેચાણ કોઈપણ વ્યક્તિને પોતાની અનુકૂળતા મુજબ કરી શકે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ જે મહિલા વર્ષ 2024 માં કરોડો રૂપિયાની જમીનની એક માત્ર વારસદાર તરીકે તેની વરસાઈ એન્ટ્રી કરાવે છે અને અધિકારી પણ ધુતરાષ્ટ્રની જેમ તેની એન્ટ્રી જરૂરી પુરાવા ન હોવા છતાં પણ મંજૂર કરી આપે છે. તે મહિલા વર્ષ 2017 માં જમીનની માલિક ન હતી અને જમીનમાં તેની વારસાઈ એન્ટ્રી પણ કરવામાં આવી ન હતી તો પણ કેવી રીતે જમીનનો સટાખત કરી શકે તે સૌથી મોટો સવાલ છે અને જો વર્ષ 2017 માં ખરેખર સટાખત કરવામાં આવેલ હોય તો ત્યારે વરસાઈ એન્ટ્રી કરાવવા માટેની કેમ અરજી કરવામાં આવી ન હતી તે પણ તપાસનો વિષય છે.
મોરબીમાં આવેલ શીયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમ (૬૫) એ ગત તા.૧૫ ના રોજ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે શાંતાબેન મનજીભાઈ પરમાર રહે. ત્રાજપર ખારી, મોરબી-૨ અને તરઘરી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયા સામે જમીન કૌભાંડની ફરીયાદ નોંધાવેલ હતી. જો કે, ફરિયાદીએ આપેલ લેખિત ફરિયાદ મુજબની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવેલ નથી જેથી મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડા સુધી તે અંગેની રજૂઆત કરવામાં આવી છે અને પોલીસ અધિકારી દ્વારા સરકારી અધિકારી તેમજ ભેજાબાજ શખ્સોને છાવરવામાં આવી રહ્યા છે તેવો ગંભરી આક્ષેપ ફરિયાદ દ્વારા શનિવારે કલેકટરને કરવામાં આવેલ રજૂઆત સમયે કરવામાં આવેલ હતો અને એક મહિલા સહિત માત્ર બે વ્યક્તિની સામે ફરિયાદ લેવામાં આવેલ છે જો કે, ફરિયાદિએ જે 17 લોકો સામે ફરિયાદ આપેલ હતી તે શખ્સોની સામે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર જ પોલીસે આનો રોલ નથી તેવું કહ્યું હતું પરંતુ પોલીસ તપાસ કર્યા વગર ખબર કેવી રીતે પડી ગઈ કે કોનો શું રોલ છે તે પણ એક તપાસનો વિષય છે. એટલા જ માટે અધિકારીઓ, પોલીસ અને ભેજાબાજ શખ્સોની મિલીભગત આ કૌભાંડમાં હોવાનો ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ઉલેખનીય છે કે, ફરીયાદીના પિતા બેચરભાઈ ડુંગરભાઈ નકુમનું તા. 19/12 1999 ના રોજ અવસાન થયેલ હતું અને તેઓની માલિકીની વજેપર ગામના સર્વે નંબર- 602 વાળી જમીન વર્ષ 1959 થી તેઓના પરિવાર પાસે જ છે. જે જમીન પચાવી પાડવા માટે આ જમીન કૌભાંડ કરવામાં આવ્યું છે અને તેના માટે એક નહીં પરંતુ અનેક રજૂઆતો કરવામાં આવી તેમજ કલેક્ટર અને એસપીના આદેશથી અગાઉ તપાસ કરવામાં આવી હતી અને તે બંને તપાસમાં ગેરરીતિ થયેલ હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં પણ તાત્કાલિક ફરિયાદીને બોલાવીને આ કૌભાંડમાં જે કોઈ સંડોવાયેલ હોય તેની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવેલ નથી અને ફરિયાદ લેવામાં પણ જાણી જોઈને વિલંબ કરવામાં આવેલ છે જેથી પોલીસે પણ આરોપીને ભાગવા માટેની પૂરેપુરી તક આપેલ છે તેવો પણ આક્ષેપ ફરિયાદના પરિવારજનોએ કર્યો છે.
હાલના ફરિયાદી વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડવા માટે કૌભાંડ કરવામાં આવ્યું છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી કેમ કે, ખોટા દસ્તાવેજો અને પુરાવાઓ ઉભા કરીને તેનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવેલ છે અને તે અંગે અગાઉ કરવામાં આવેલ તપાસમાં બધુ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયેલ છે તેમ છતાં પણ જમીનનું કૌભાંડ કરનારાઓને તેનો બોગસ દસ્તાવેજ કરવા માટેનો સમય મળી રહે તેના માટે થઈને ફરિયાદ લેવામાં વિલંબ કરવામાં આવેલ હોવાનો પણ ફરિયાદી આક્ષેપ કરી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, આરોપી મહિલાને જે જમીન સાથે કોઈ લેવા-દેવા નથી તેવા શાંતાબેન બેચરભાઈ ડાભી નામની મહીલાએ તરઘડી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયાને જમીન વેંચી કેવી રીતે શકે તેની તપાસ કરવામાં આવે તો અનેક લોકોની સંડોવણી આ જમીન કૌભાંડમાં સામે આવે તેમ છે.
મોરબીમાં જમીન લે વેચના ધંધા સાથે જોડાયેલા લોકો પાસેથી મળતી માહિતી મુજબ સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને પોતાની માલીકીની જમીન હોય અને તે જમીન કોઈપણ વ્યક્તિને પોતાની અનુકૂળતા મુજબ વેચાણ કરવી હોય તો તે કરી શકે છે પરંતુ તેના માટે જમીન લેનાર વ્યક્તિ જે તે જમીન વેંચનાર પાસેથી જમીનમાં તેની માલિકી છે કે નહીં તેની ખરાઈ કરે છે જો કે, આ કૌભાંડમાં ફરિયાદીના કહેવા મુજબ જે મહિલા તા 16/7/2024 ના રોજ કરોડો રૂપિયાની જમીનની એક માત્ર વારસદાર તરીકે તેની વરસાઈ એન્ટ્રી કરાવે છે, અને અધિકારીતેને મંજૂર કરી આપે છે. તે મહિલા જમીન લેનાર બીજા આરોપી સાગર ફૂલતરિયાને વર્ષ 2017 માં જમીનની માલિક ન હતી અને જમીનમાં તેની વારસાઈ એન્ટ્રી પણ ન હતી તો પણ જમીનનો સટાખત કરી આપેલ છે અને આ માટે ઉપયોગમાં લેવામાં આવેલ સેમ્પ પેપર તા 1/4/2017 માં લેવામાં આવેલ છે તેવું સામે આવ્યું છે. જેથી સૌથી મોટો સવાલ અહી એ ઊભો થાય છે કે, જો વર્ષ 2017 માં ખરેખર સટાખત કરવામાં આવેલ હોય તો ત્યારે હાલની જે આરોપી મહિલા છે તેની વરસાઈ એન્ટ્રી કરાવવા માટેની કેમ કોઈ અરજી કે કાર્યવાહી કરવામાં આવી ન હતી. જો ઉચ્ચકક્ષાએથી આ કેસની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો અધિકારી સહિત અનેકના તપેલા ચડી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
