મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના સજનપર, મોટીબરાર અને ગોર ખીજડીયા ગામના બાળકોએ નવોદય વિદ્યાલય પરીક્ષા પાસ કરી


SHARE

















મોરબીના સજનપર, મોટીબરાર અને ગોર ખીજડીયા ગામના બાળકોએ નવોદય વિદ્યાલય પરીક્ષા પાસ કરી

મોરબી જિલ્લામાં જુદી જુદી શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ નવોદય વિદ્યાલયની પરીક્ષા આપી હતી.જેમાં ટંકારા તાલુકાના સજનપર ગામ, માળિયા(મું.) ના મોટીબરાર ગામ અને મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામના બાળકોએ નવોદય વિદ્યાલયની પરીક્ષા પાસ કરી છે.

માહીતી મુજબ પી. એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ જવાહર નવોદય પરીક્ષામાં સમગ્ર મોરબી જિલ્લામાં ૧૯ મું સ્થાન મેળવુ છે.ટંકારા તાલુકાની પી.એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળામાં ધો.૫ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જાદવ શિવમ બાલુભાઈએ આ વર્ષે યોજાયેલ જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લામાં કુલ ૮૦ વિદ્યાર્થીઓ પાસ થયેલ જેમાં ૧૯ મો ક્રમ મેળવેલ છે.આ અનોખી સિદ્ધિ બદલ સમગ્ર શાળા પરિવાર અને ગામના સરપંચ તેમજ સમગ્ર ગામલોકોએ વિદ્યાર્થી અને તેના પરિવારજનોને અભિનંદન પાઠવેલ છે.આ તકે ઉલ્લેખનીય છે કે શ્રી સજનપર પ્રાથમિક શાળામાં હર હંમેશ બાળકોના વિકાસ માટે શિક્ષકો દ્વારા જવાહર નવોદય, CET, NMMS, PSE અને જ્ઞાનસાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિયમિત તૈયારી કરાવવામાં આવે છે.આ અનોખી સિદ્ધિ બદલ તમામ શિક્ષકોને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ છે.

તેમજ માળીયાના મોટી બરાર ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ જવાહર નવોદયની પરીક્ષા પાસ કરેલ છે.જવાહર નવોદય વિદ્યાલય દ્વારા દર વર્ષે ધોરણ ૬ અને ૯ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું દરેક વાલી ઇચ્છતા હોય છે.આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે.આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ ૯ માટેની પ્રવેશ પરીક્ષામાં માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની બોચિયા રિધ્ધીબેન મનસુખભાઈ ઉત્તીર્ણ થઈ છે.જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા, ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા તેમજ શાળા પરિવારે તેને અભિનંદન પાઠવ્યા હતા.જયારે મોરબી તાલુકાના શ્રી ગોર ખીજડીયા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ચાવડા રાહુલ લખમણભાઈએ ધોરણ ૮ ની નવોદયની પરીક્ષા પાસ કરીને મેરીટમાં સ્થાન મેળવ્યું છે.આ તકે શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ તેને અભિનંદન પાઠવ્યા હતા




Latest News