મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા


SHARE











મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા

મોરબીમાં અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર માટે આસરે 10 વર્ષ પહેલા 150 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા જો કે, શહેરમાં બનાવવામાં આવેલ પમ્પિંગ સ્ટેશનમાંથી મોટાભાગના પમ્પિંગ સ્ટેશન હાલમાં બંધ હાલતમાં છે ત્યારે તેના તેના માટે જવાબદાર કોણ તેઓ અણીદાર સવાલ મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં આવનારી ચુંટણીમાં મારો તે સારો નહીં પરંતુ સારો તે મારો તેવા મંત્રને નજર સમક્ષ રાખીને મતદાન કરવામાં આવશે તો મોરબીને સો ટકા પેરિસ બનાવી શકાય તેમ છે.

મોરબીમાં વર્ષ 2016 માં માજી મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના હસ્તે 150 કરોડની અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર યોજનાના કામનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું અને શહેરમાંથી ભૂગર્ભના ગંદા પાણીનો નિકાલ કરવા માટે 10 પમ્પિંગ સ્ટેશન જુદા જુદા વિસ્તારમાં બનવામાં આવ્યા છે જોકે, તે 10 પૈકીના 4 પમ્પિંગ સ્ટેશન સદંતર બંધ છે અને અન્ય પમ્પિંગ સ્ટેશન પણ થોડા સમય પહેલા ચાલુ કરવામાં આવ્યા છે તો વર્ષો સુધી આ પમ્પિંગ સ્ટેશન શા માટે થઈને બંધ રહ્યા ? તે બાબતે તપાસ કરવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા  દ્વારા માંગ કરવામાં આવી છે.

વધુમાં પુષ્પરાજસિંહ જાડેજાએ સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકીને નગરજનોને અપીલ કરી છે કે, અગાઉ મોરબીની અંદર એક જ પક્ષના 52 સભ્યોને ચૂંટણીમાં ચૂંટી કાઢીને નગરજનોએ ખૂબ હાલાકી ભોગવી છે ત્યારે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તેમાં “મારો તે સારો નહીં, પરંતુ સારો એ મારો” આ મંત્રને ધ્યાને રાખીને જો નગરજનો દ્વારા ચૂંટણીમાં મતદાન કરીને ઉમેદવારોને ચૂંટવામાં આવશે તો મોરબીને ફરી પાછું સપનાનું પેરિસ બનાવી શકાય તેમ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News