મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન


SHARE





મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન

મોરબીના રવાપર નદી ગામ પાસે આવેલ કારખાનાની અંદર આગ લાગવાની ઘટના બની હતી જેથી કારખાનામાં મૂકવામાં આવેલ મશીનરી તેમજ સેડમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને અંદાજે 32.72 લાખથી વધુનું નુકસાન થયું હોવાની હાલમાં કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવાપર નદી ગામની સીમમાં એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનામાં ગત તા. 7/2 ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને તે ઘટનાની અંદર કારખાનામાં મૂકવામાં આવેલ મશીનરીમાં તેમજ કારખાનાના શેડમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જેથી કરીને આ બનાવની મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા હિરેનભાઈ હરજીવન પટેલ (33)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગમાં થયેલ નુકસાની અંગેની જાણ કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, કારખાનામાં આગ લાગવાના કારણે હેમરમીલ મશીન, બ્લેન્ડર મશીન, ફોર્મિંગ મશીન સહિતની મશીનરીમાં નુકસાન થયેલ છે તેમજ લોખંડના પતરા અને શેડમાં પણ મોટું નુકસાન થયેલ હોય કુલ મળીને 32.75 લાખથી વધુ નુકસાન થયું હોવાની પોલીસને જાણ કરતા પોલીસે તે અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના રાજપર ગામે રહેતા ચંદ્રિકાબેન અજયભાઈ ગઢવી (33) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીના રંગપર ગામે રહેતા દિનેશભાઈ જગાભાઈ વજારીયા (40) નામના યુવાનને સોમનાથ પેટ્રોલ પંપ નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના રંગપર ગામે રહેતા રામુભાઈ (30) નામના યુવાને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે.




Latest News