વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં નવા બિલ્ડીંગનું લોકાર્પણ, શિક્ષક અને વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ટ્રાફિકના પ્રશ્નને ઉલેકવા 14 સ્થળે નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા મોરબીમાં હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર-શસ્ત્ર કેન્દ્ર શરૂ કરવાનું આયોજન મોરબી જીલ્લામાં NMMS પરીક્ષામાં માધાપરવાડી શાળાની બાળા જિલ્લામાં પ્રથમ વાંકાનેર: વેજા-વાજડીગઢ ગામ ખાતે રોડના કામનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જિલ્લામાં ભાજપના જુદાજુદા પાંચ મંડલોમાં મહામંત્રીઓ, ઉપપ્રમુખો, મંત્રીઓ અને કોષાધ્યક્ષ વરણી કરાઇ મોરબી: સંત સુરદાસ યોજના-દિવ્યાંગ લગ્ન સહાયની યોજનામાં સુધારો, પાત્રતા-સહાયમાં વધારો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દીકરાને ગાળો આપીને તેની માતા ઉપર છૂટા પથ્થરના ઘા કરીને બે શખ્સોએ કર્યો હુમલો


SHARE











વાંકાનેરમાં દીકરાને ગાળો આપીને તેની માતા ઉપર છૂટા પથ્થરના ઘા કરીને બે શખ્સોએ કર્યો હુમલો

વાંકાનેરમાં પરશુરામ પોટરી ડોક્ટર દેલવાડીયાના દવાખાના વાળી શેરીમાં રહેતી મહિલાના દીકરા સાથે બે શખ્સોએ ગાળા ગાળી કરેલ હતી અને બાદમાં તે મહિલા તેના દીકરા સાથે ઘરે આવી ગયેલ હતી ત્યારે બંને શખ્સોએ તેના ઘર પાસે જઈને ઈંટના ટુકડાના છુટા ઘા કર્યા હતા જેથી મહિલાને ડાબા હાથમાં ઇજા થઈ હતી તેમજ એક મહિલાને ધક્કો લાગતા તે નીચે પડી જતા તેને હાથના કાંડામાં ઇજા થયેલ હતી અને આરોપીઓએ મહિલાને ગાળો આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં પરશુરામ પોટરી ડોક્ટર દેલવાડીયાના દવાખાના વાળી શેરીમાં રહેતા જમનાબેન શૈલેષભાઈ સોલંકી (42)એ સિટી પોલીસ સ્ટેશન ખાતે મિતુલ મુકેશભાઈ ગુગડીયા અને ભોલિયો મુકેશભાઈ ગુગડીયા રહે. બંને પરશુરામ પોટરી ડોક્ટર દેલવાડીયાના દવાખાના પાસે વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓએ ફરિયાદી મહિલાના દીકરા નિખિલભાઇ સાથે ગાળા ગાળી કરેલ હતી અને ફરિયાદી મહિલા ઘરે આવી ગયા બાદ બંને આરોપીઓ ફરિયાદી મહિલાના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં ઈંટના ટુકડાના છૂટા ઘા કરીને ફરિયાદીને ડાબા હાથે મુંઢ ઇજા કરી હતી તથા સાહેદ ઉજીબેનને ત્યાં જતા ધકો લાગવાથી તે નીચે પડી ગયા હતા જેથી તે મહિલાને ડાબા હાથના કાંડાના ભાગે ફેકચર જેવી ઈજા થયેલ છે અને આરોપીઓએ બંને મહિલાઓને ગાળો આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વરલી જુગારની બે રેડ

વાંકાનેર સીટી સ્ટેશન રોડ અમરસિંહજી હાઇસ્કુલ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ફિરોજભાઈ મુસાભાઇ માજોઠીયા (38) રહે. સિટી સ્ટેશન પાસે વાંકાનેર વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે 910 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. આવી જ રીતે અમરસિંહજી હાઇસ્કૂલના નાલા પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી રામજીભાઈ મનજીભાઈ ગાંગરોસા (65) રહે. નવાપરા વાંકાનેર વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે 1,110 રૂપિયાની રોકડ તેની પાસેથી કજે કરી હતી અને જુગારના બંને ગુના સીટી પોલીસ સ્ટેશન ખાતે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.






Latest News