મોરબીમાં પ્રેમીએ બીજે લગ્ન કરી લેતા લાગી આવતા પરણિત પ્રેમિકાએ કર્યો આપઘાત
હવે મોરબીમાં જાહેરમાં થૂંકનારા લોકોના હોર્ડીંગ બોર્ડમાં ફોટો લાગ્યા: દંડ પણ વસૂલ કર્યો
SHARE








હવે મોરબીમાં જાહેરમાં થૂંકનારા લોકોના હોર્ડીંગ બોર્ડમાં ફોટો લાગ્યા: દંડ પણ વસૂલ કર્યો
મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે કમિશનરની સૂચના મુજબ કામ કરવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે હવે મોરબીમાં જાહેરમાં ફૂંકનારા વ્યક્તિઓના પણ હોર્ડીંગ બોર્ડમાં ફોટા મૂકવાનું શરૂ કરવામાં આવ્યું છે અને તેઓની પાસેથી દંડ પણ મહાપાલિકાની ટિમ દ્વારા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.
મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ ઘણા બધા ફેરફારો મોરબી શહેરની અંદર જોવા મળી રહ્યા છે ખાસ કરીને રોડ રસ્તાની સાઈડના દબાણોથી માંડીને અનેક કામગીરી હાલમાં કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ કરવામાં આવે છે તેની સાથોસાથ અગાઉ મોરબીના ચોક્કસ વિસ્તારોમાં જાહેરમાં લઘુશંકા કરનારા લોકોના ફોટો પાડીને હોર્ડીંગ બોર્ડમાં મુકવામાં આવ્યા હતા અને જે વ્યક્તિ જાહેરમાં લઘુશંકા કરતા પકડાય તો તેની પાસેથી 50થી 500 રૂપિયા સુધીનો દંડ લેવા માટેની કાર્યવાહી મહાપાલીકાની ટીમ દ્વારા કરવામાં આવતી હતી અને ત્યારે જ કમિશનર દ્વારા જણાવ્યુ હતું કે, હવે કોઈ જાહેરમાં થૂંકતા પકડાશે તો પણ તેની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે દરમ્યાન આજે મોરબીના સિવિલ હોસ્પિટલ ચોક પાસે જુદા જુદા હોર્ડીંગ બોર્ડ લગાવવામાં આવ્યા છે જેમાં મોરબીમાં જાહેરમાં થૂંકીને ગંદકી કરનારા લોકોના ફોટા મુકવામાં આવ્યા છે અને જે લોકો જાહેરમાં થૂંકતા પકડાયા હોય તેમની પાસેથી મહાપાલિકાની ટીમ દ્વારા 50 થી લઈને 500 રૂપિયા સુધીનો દંડ લેવામાં આવ્યો છે તેવું મહાપાલિકાના અધિકારી પાસેથી જાણવા મળેલ છે.

