મોરબીના ખાનપર અને માળિયાના નાનીબરાર ગામે ધો.૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
મોરબીમાં પ્રેમીએ બીજે લગ્ન કરી લેતા લાગી આવતા પરણિત પ્રેમિકાએ કર્યો આપઘાત
SHARE








મોરબીમાં પ્રેમીએ બીજે લગ્ન કરી લેતા લાગી આવતા પરણિત પ્રેમિકાએ કર્યો આપઘાત
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં પ્રેમી સાથે રહેતી પરિણીત મહિલાના પ્રેમીએ બીજે લગ્ન કરી લીધા હતા અને તે મહિલાને છોડીને ત્યાંથી બીજે રહેવા માટે જતો રહ્યો હતો જેથી કરીને પરણિત પ્રેમિકાને લાગી આવતા તેણે પોતે પોતાની જાતે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિસાના રહેવાસી અને હાલમાં મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આવેલ સનવર્ડ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટર નં-4 માં રહેતા અને મજૂરી કામ કરતા અન્નપૂર્ણા નરેન્દ્રનાથ મલ્લિક (50) નામની આધેડ મહિલાએ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યારબાદ આપઘાતના આ બનાવની પરશુરામ શંભુનાથ સાહુ રહે. હાલ સનવર્ડ સિરામિક લેબર ક્વાર્ટર નં-3 મોરબી મૂળ રહે. ઓરિસ્સા વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલા પોતાના પતિથી છેલ્લા પાંચેક વર્ષથી અલગ રહેતી હતી અને તેના પ્રેમી મીલુ સાથે છેલ્લા એક વર્ષથી તે રહેતી હતી દરમિયાન મૃતક મહિલાના પ્રેમી મિલુના બીજે લગ્ન થઈ ગયા હતા જેથી તે બીજે રહેવા માટે જતો રહ્યો હતો અને છેલ્લા એકાદ મહિનાથી મહિલા એકલી રહેતી હતી જેથી તેને મનોમન લાગી આવતા તેણે લેબર કવાર્ટરની અંદર છતમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આ બનાવ અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાળક સારવારમાં
માળીયા મીયાણામાં રહેતો રમજાન નેકમામદ જેડા (14) નામનો બાળક બાઇકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યો હતો દરમિયાન બાઇક આડે કૂતરું આવ્યું હતું જેથી બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં બાળકને ઇજા થતા તેને મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરેલ છે.
મહિલા સારવારમાં
ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે રહેતા સવિતાબેન મનજીભાઈ વાઘેલા (36) નામની મહિલાને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મૂળ જામનગરના રહેવાસી તોફિક ફિરોજભાઈ (18) નામનો યુવાન ટંકારા નજીક જબલપુર ગામના પાટીયા પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

