મોરબી :ખેતર ઉપર કૃષિ અવશેષોનું દહન માનવ અને પર્યાવરણ માટે નુકસાનકારક; યોગ્ય ઉપાયથી તેને નિવારીએ
મોરબી જીલ્લામાં ફાયરની NOC ન લેનાર 17 શાળાઓને છેલ્લી તાકીદ: માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહીના સંકેત
SHARE








મોરબી જીલ્લામાં ફાયરની NOC ન લેનાર 17 શાળાઓને છેલ્લી તાકીદ: માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહીના સંકેત
મોરબી જીલ્લામાં આવેલ શાળામાં ફાયર સેફ્ટીની એનઓસી ન હોય તેવું સામે આવ્યું હતું જેથી કરીને શિક્ષણાધિકારી દ્વારા છેલ્લી તાકીદ કરવામાં આવેલ છે અને હવે જો ફાયર સેફ્ટી માટેનું એનઓસી નહીં લેવામાં આવેલ તો આગામી દિવસોમાં શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહીના થઈ શકે છે તેવા સંકેતો અધિકારી તરફથી મળી રહ્યા છે.
સરકારના નિયમોનુસાર 500 ચો.મી. કે 9 મીટરથી વધુ ઉંચાઈ ધરાવતી શાળાઓ માટે ફાયર સેફટી અને એનઓસી ફરજીયાત છે અને દરેક શાળાઓને પુરતો સમય આપવામાં આવેલ છે તો પણ મોરબી જીલ્લામાં આજની તારીખે 6 ગ્રાન્ટેડ, 11 સ્વનિર્ભર શાળાઓમાં ફાયર એનઓસી નથી જેથી તે શાળાઓને એક વખત નહીં ત્રણ વખત નોટીસ આપવામાં આવી છે તો પણ ફાયર સુવિધા રાખવામા આવેલ નથી અને ફાયરની ઓનોસી લેવામાં આવેલ નથી જેથી કરીને કુલ 17 શાળા સંચાલકોને જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને છેલ્લી તાકીદ કરવામાં આવી છે અને જે શાળામાં ફાયર સેફટી સીસ્ટમ ઇન્સ્ટોલ નથી ત્યાં ફાયરના સાધનો મૂકવા માટેની તાકીદ કરવામા આવી છે અને જો હવે શાળાના સંચાલકો નિયમોનું પાલન કરશે નહીં તો તેની શાળાની માન્યતા રદ કરવા સુધીની ભલામણ કરવામાં આવશે તેમ અધિકારી જણાવ્યુ છે
હાલમાં જે શાળાઓને છેલ્લી તાકીદ કરેલ છે તેમાં ભક્તિ શૈક્ષણિક સંકુલ આમરણ- મોરબી, શ્રી ઉમા કન્યા વિધાલય- હળવદ, રાઉન્ડ ટેબલ સરસ્વતી પ્રાયમરી વિધાલય- હળવદ, શ્રી નકલંક વિદ્યાપીઠ- સુખપર, અજંતા વિધાલય- મોરબી, શ્રી નવોદય વિધાલય- ઘૂટું, સમજુબા વિધાલય- નાની વાવડી, શ્રી સત્ય સાંઈ વિદ્યામંદિર (અંગ્રેજી માધ્યમ) પીપળીયા, શ્રી સત્ય સાંઈ વિદ્યામંદિર પીપળીયામ, સંકલ્પ માધ્યમિક વિદ્યાલય- નાની વાવડી, જ્ઞાનદીપ વિધાલય- હડમતીયા, જી.પી. હાઈસ્કૂલ પીપળીયારાજ, જુના ઘાંટીલા હાઈસ્કૂલ- ઘાટીલા, શ્રી એમ.જી. ઉ.બી.માધ્યમિક વિધાલય- જોધપર નદી, સી.એમ.જે હાઈસ્કૂલ- જેતપર, શ્રી મહર્ષિ દયાનંદ વિધાલય- ટંકારા અને શ્રી બી.જે. કણસાગરા હાઈસ્કૂલ- નસીતપર નો સમાવેશ થાય છે.

