મોરબી વિહીપ દ્વારા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ મોરબી કલેક્ટર કે.બી.ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશ વિતરણ શરૂ મોરબી મહાપાલિકા આમાં શું વાહન ચાલકને દંડ કરશે ? વાંકાનેર શહેર-તાલુકામાં પોલીસ દ્વારા 350 જેટલી દીકરીઓને આપવામાં આવી સ્વરક્ષણની તાલીમ: આઇજીની હાજરીમાં યોજાયો સમાપન સમારોહ મોરબી નજીક કારખાનામાં ઉલ્ટી થતાં રૂમમાં જઈને સૂઈ ગયેલ યુવાન ઉઠ્યો જ નહીં માળીયા-જામનગર રોડે કારમાંથી 400 લિટર દારૂ ઝડપાયો, 3.80 લાખનો મુદામાલ કબજે: આરોપી ફરાર માટીની આડમાં દારૂની હેરફેરી: માળીયા (મિં)ની ભીમસર ચોકડી પાસેથી 156 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર સાથે બે ઝડપાયા, માલ મોકલાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા નવજાત વાછરડીને નવજીવન આપવામાં આવ્યુ


SHARE















મોરબીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા નવજાત વાછરડીને નવજીવન આપવામાં આવ્યુ

સમગ્ર રાજ્યમાં બીમાર, વૃધ્ધ, દિવ્યાંગ, અબોલ જીવોની સારવાર માટે ૧૯૬૨ કરૂણા હેલ્પલાઇન કાર્યરત છે. મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના માર્ગદર્શન હેઠળ ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ તેમની ફરજ સુપેરે બજાવી રહી છે.

મોરબીના પંચાસર રોડ પર એક ગાયે નવજાત વાછરડીને જન્મ આપેલ, જેને જન્મની સાથે આગળના બન્ને પગમાં ખોડખાંપણ હોવાથી ભરતભાઇ ગોઠીએ ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સનો સંપર્ક કરેલ.  અને પંચાસર ચોકડી સ્થીત વેટ પોલિક્લિનિકના પરિસરમાં જ ડૉ. હરિભાઇ ઠુમ્મર અને ડૉ.વિપુલ કાનાણિ દ્વારા નવજાત વાછરડીને તપાસી પગના ગોઠણનું સફળ ઓપરેશન કરવામાં આવેલ.જેના થકી નવજાત વાછરડીને નવજીવન પ્રાપ્ત થયેલ.કોલર ભરતભાઇ ગોઠી દ્વારા ૧૯૬૨ ટીમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવેલ અને અબોલ પશુઓની ૧૯૬૨ ટિમ દ્વારા કરવામાં આવતી સેવાને બિરદાવવામાં આવી હતી.






Latest News