તેરા તજકો અર્પણ: ટંકારા પોલીસે ૧.૪૩ લાખના ૮ મોબાઇલ મૂળ માલિકને પરત કર્યા મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્રારા ૬ હોસ્પિટલમાં ૩૧ હેલ્થ કેર સ્ટાફ તથા ૨ સ્કુલમાં ૧૩૦ વિદ્યાર્થી તથા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપી મોરબી શહેરમાં નવા સફાઈ કામદારોની નિમણૂક કરવા માંગ મોરબીના યમુનાનગર પાસે આગમાં મળેલ સરકારી અનાજના જથ્થામાં ખાતર માટે જથ્થો લીધેલો હોવાનું ખૂલ્યું હળવદ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો; સગર્ભા મહિલાઓને માર્ગદર્શન અપાયું મોરબી જિલ્લાની તમામ મામલતદાર કચેરી જિલ્લા પુરવઠા કચેરી ખાતે ૩૦ એપ્રિલ સુધી જાહેર રજાઓમાં પણ રેશનકાર્ડનું e-KYC કરાવી શકાશે મોરબીના 602 જમીન કૌભાંડને લઇને મોટા સમાચાર: પ્રાંત અધિકારીએ મંજુર કરેલ મહિલાની વારસાઇ એન્ટ્રી કલેકટરે કરી રદ મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશનું વિતરણ કરાશે
Breaking news
Morbi Today

MORBI TODAY : મોરબીના યમુનાનગરમાં સામસામે મારામારીમાં ઘવાયેલ યુવાન રાજકોટ સારવારમાં-પોલીસને દારૂની બાતમી આપવા કે પૈસીની જુની લેતીદેતીમાં ડખ્ખો.?


SHARE















MORBI TODAY : મોરબીના યમુનાનગરમાં સામસામે મારામારીમાં ઘવાયેલ યુવાન રાજકોટ સારવારમાં-પોલીસને દારૂની બાતમી આપવા કે પૈસીની જુની લેતીદેતીમાં ડખ્ખો.? 

મોરબીના નવલખી રોડ યમુનાનગર વિસ્તારમાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલ એક યુવાનને સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો છે અને સામેના પક્ષેથી ઈજા પામેલ મહિલાને અહીંની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ યમુનાનગર વિસ્તારમાં થયેલ મારામારીમાં વિશ્વાસ કાનજીભાઈ પાટડિયા (ઉમર ૩૦) નામના યુવાનને ઇજા થતા અત્રેની સિવિલ હોસ્પિટલે સારવારમાં લવાયો હતો અને બાદમાં વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાદી તથા ધોકા વડે તેને માર મારવામાં આવ્યો હતો અને જયદીપભાઇ, જયશ્રીબેન અને અમિતભાઈ સહિતનાઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે સામેના પક્ષેથી ત્યાં જ રહેતા અંજનાબેન જયદીપભાઇ આલ (ઉમર ૩૫) નામની મહિલાને પણ ઈજા થઈ હોય તેને અત્રેની સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વી.જે.સિચણાદા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

જેમાં સામે આવ્યું હતું કે પૈસાની જૂની લેતી-દેતીના બનાવમાં બે દિવસ પહેલા ઝઘડો થયો હતો અને ત્યારબાદ મકાન ખાલી કરવા માટે વિશ્વાસ પાટડીયા ત્યાં તેનો સામાન લેવા માટે ગયો હતો.તે દરમિયાન પુનઃ ઝઘડો મારામારી થઈ હતી અને તેમાં બંને પક્ષે ઇજા થઈ હોવાનું હાલ સામે આવ્યું છે.જોકે રાજકોટ ખાતે દાખલ થયેલ યુવાનના જણાવ્યા પ્રમાણે પોલીસને બાતમી આપવાની વાતને લઇને ઝઘડો થયો હતો.જોકે ખરું કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમા ઈજા

મોરબી ખાટકીવાસ પાસે મારામારીના બનાવમાં ઇજા પામતા હુસેનભાઈ કાસમભાઇ નામના ૪૫ વર્ષના યુવાનને સારવાર માટે લઈ જવાયો હતો. જ્યારે માળિયા મીંયાણાના મોટી બરાર ગામે મેઇન બજાર ખાતે રહેતા રાજ દીપકભાઈ વૈષ્ણવ (ઉંમર ૧૮) નામનો યુવાન મોરબી વાવડી રોડ ભારત પેટ્રોલ પંપ નજીકથી બાઇકમાં જતો હતો ત્યાં અજાણ્યા બાઇક ચાલક સાથે તેનું વાહન અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા પામતા સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબી ગ્રીન ચોકમાં રહેતા જીજ્ઞેશ ઉર્ફે જીગર મહેન્દ્રભાઈ પંડ્યા (ઉમર ૧૯) નામના યુવાનને ટંકારાના હીરપર પાસે બાઈક અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે લઈ જવાયો હતો.

બાઇક સ્લીપ થતા ઇજા

મોરબીના વાંકાનેર તાલુકાનાપંચાસા ગામે રહેતા જુનેદભાઈ રહીમભાઈ શેરસિયા નામનો ૨૬ વર્ષનો યુવાન વાંકાનેરના રાણેકપર ગામ પાસેથી બાઈકમાં જતો હતો.ત્યાં બાઈક સ્લીપ થતા ઈજા પામતા સારવારમાં અત્રેની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેરના અમરસર ગામે રહેતા અશોકભાઈ રામજીભાઈ ધંધુકિયા નામના ૨૦ વર્ષના યુવાનને અમરસર ગામ પાસે રેલ્વે સ્ટેશન નજીક બાઇક સ્લીપ થવાની ઘટનામાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લવાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના ઉમિયાનગર ખાતે રહેતા નીતિનભાઈ ત્રીકમભાઈ બારોટ (૨૮) તથા નિમુબેન ત્રીકમભાઈ બારોટ (૪૫) ને ઘર નજીક વોંકડા પાસે મારામારીના બનાવમાં ઇજા થતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા હર્ષદ રામજીભાઈ માંજુશા (ઉંમર ૪૫) નામના યુવાનને ઇન્દિરાનગર વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબી રોહીદાસપરા વિસ્તારમાં રહેતા હિરૂબેન પુંજાભાઈ અંબારીયા નામના ૬૦ વર્ષીય વૃદ્ધાને પણ મારામારીના બનાવમાં ઇજા થતા તેઓને પણ સીવીલે સારવાર માટે લઈ જવાયા હતા.






Latest News