મોરબીમાં ચેક રિટર્નના બે કેસમાં ફરિયાદી આર્થિક ક્ષમતા બતાવી ન શકતા ફરિયાદ રદ કરતી કોર્ટ
ટંકારા ઓવરબ્રિજ નજીક બાઈક સાથે બાઈક અથડાતા વૃદ્ધનું મોત
SHARE







ટંકારા ઓવરબ્રિજ નજીક બાઈક સાથે બાઈક અથડાતા વૃદ્ધનું મોત
મોરબી જિલ્લાના ટંકારા ખાતે આવેલ ઓવરબ્રીજ પાસે વહેલી સવારે બાઈક સાથે બાઈક અથડાવવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં ગંભીરપણે ઘવાયેલ વૃદ્ધને બેભાન હાલતમાં અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યાં ફરજ ઉપરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી પોલીસ દ્રારા ટંકારા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા સ્ટાફ દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરાયેલ છે.
ટંકારા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટંકારા ખાતે આવેલ ફલાઇ ઓવર પુલની નજીક તા.૯-૪ ના રોજ વહેલી સવારે ૭:૩૦ વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં પચાસેક વર્ષના આધેડને ઈજા થઈ હોય ૧૦૮ વડે મોરબીની સિવિલે લાવવામાં આવ્યા હતા.જોકે અહીં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.જોકે તે સમયે મૃતકની ઓળખ થઈ ન હતી અને આ અકસ્માત બનાવની જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ અંગે ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી ટંકારા પોલીસ મથકના રાજુભાઈ કણજારિયા દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી હતી અને બાદમાં તપાસ દરમિયાન સામે આવ્યુ હતુ કે તા.૯ ના વહેલી સવારે ૬:૩૦ વાગ્યાના અરસામાં ટંકારા નજીક અકસ્માત બનાવો બન્યો હતો.તે બનાવમાં અનવરભાઈ સિદીકભાઇ સરવદી (ઉંમર ૪૯) રહે.ટંકારા પોલીસ સ્ટેશન પાછળ ટંકારા જીલ્લો મોરબી નું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.મૃતક અનવરભાઈ સરવદી બાઈક લઈને જતા હતા ત્યારે સંભવત: અજાણ્યા અન્ય કોઈ બાઈક સાથે તેમનું બાઈક અથડાયું હતું અને આ અકસ્માતમાં તેઓને ગંભીર ઇજા થતા ૧૦૮ વડે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા. જોકે અહીં તેઓને મૃત જાહેર કર્યા હતા.હાલ અકસ્માત બાદ વાહન લઈને ભાગી છુટેલા વ્યક્તિને શોધવા માટે ટંકારા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાય છે.

