મોરબી તાલુકા અને વાંકાનેર શહેરમાં દારૂની ચાર રેડ: 202 બોટલ દારૂ સાથે ચાર પકડાયા, એકની શોધખોળ
મોરબીમાં પ્રેમલગ્ન કરનાર પૌત્રીના દાદી, કાકા અને ભાઈને પ્રેમ લગ્ન કરનાર યુવાનના બે પિતરાઇ ભાઇઓએ મારમાર્યો
SHARE







મોરબીમાં ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટી સાયન્સ કોલેજની પાછળના ભાગમાં રહેતા વૃદ્ધાની પૌત્રીએ ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કરેલ હોય વૃદ્ધાના દીકરાને સામેવાળા યુવાનના કાકી સાથે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીન પ્રેમલગ્ન કરનારા યુવાનના બે પિતરાઇ ભાઇઓએ વૃદ્ધાના ઘરે જઈને તેને લાકડાના ધોકા વડે હાથના કાંડાના ભાગે માર મારીને ફેક્ચર કર્યું હતું તેમજ તેના પૌત્ર અને દીકરાને પણ માર માર્યો હતો જેથી તે ત્રણેયને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટી સાયન્સ કોલેજ પાછળ શેરી નં- 5 માં રહેતા જગુબેન ભગવાનજીભાઈ સનાળીયા (60)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુમિતભાઈ હસમુખભાઈ તથા પિયુષભાઈ હસમુખભાઈ રહે. બંને મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની પૌત્રી આરતીબેને ઘરેથી ભાગી જઈને પ્રેમલગ્ન કરેલા છે અને ફરિયાદીના દીકરાને તેઓની પૌત્રીએ જેની સાથે પ્રેમ લગ્ન કર્યા છે તેના કાકી સાથે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાસ રાખીને બંને આરોપીઓ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યાં લાકડાના ધોકા વડે ફરિયાદીને ડાબા હાથમાં કાંડાના ભાગે માર મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તથા તેના પૌત્ર પ્રદીપભાઈને માથાના ભાગે લાકડાના ધોકો મારીને ઇજા કરી હતી અને ફરિયાદીના દીકરા મહેન્દ્રભાઈને મૂઢમાર મારીને ઈજા કરવામાં આવી હતી જેથી ઈજા પામેલ ત્રણેય વ્યક્તિઓને સારવારમાં આવ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
