Morbi Today
મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઉનાળાને ધ્યાને લઈ દર્દીઓ માટે કુલર મુકવા માંગે
SHARE







મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઉનાળાને ધ્યાને લઈ દર્દીઓ માટે કુલર મુકવા માંગે
મોરબીમાં કાળજાળ ગરમી હોવાથી સિવિલ હોસ્પીટલમાં તાત્કાલીક કુલર મુકવા માંગ ઉઠી છે.દર્દીઓ તથા સામાજીક કાર્યકરોએ દરેક વોર્ડમાં તાત્કાલીક કુલર મુકવામાં આવે તેવી સિવિલ અધીક્ષક તેમજ કલેકટર સમક્ષ માંગ કરેલ છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, ગીરીશ કોટેચા, દેવ્શભાઇ રાણેવાડીયા વિગેરેએ લગત વિભાગમાં અરજ કરતા જણાવેલ છે કે મોરબીમાં હાલ ઉનાળાના કારણે કાળજાળ ગરમી હોવાથી સિવુલ હોસ્પીટલમાં તાત્કાલીક કુલર મુકવા જોઇએ.દાખલ થયેલ દર્દી તથા સામાજીક કાર્યકરોએ માંગમાં જણાવ્યું છેકે દર્દીઓએ જાતે પોતાના ઘરેથી પંખા લાવવા પડે છે.તો આ બાબતે સિવિલ હોસ્પીટલના સુપ્રિટેડન્ટ, કલેકટર તથા ધારાસભ્ય કાન્તીભાઇ અમૃતિયાને જાણ કરવામાં આવેલ છે.તાત્કાલીક કુલર મુકાવવા જોઇએ. ગત વર્ષે પણ કાળજાળ ગરમીમાં કુલર મુકેલ હતા તેથી હાલ પણ ભયંકર ગરમી પડતી હોય પંખા કાંઈ અસર કરતા નથી અમુક હાર્ટ એટકના દર્દીઓ આવે છે તેમજ ડાયાબીટીસ તથા બીપી લો થઇ જાય તેવા દર્દીઓ માટે ખાસ કુલરની જરૂરત છે.આ અરજીને ઘ્યાને લઇને તાત્કાલીકના ધોરણે દર્દીઓના હીતમાં કુલર મુકો એવી દર્દીઓની તથા સામાજીક કાર્યકરોએ અપીલ રજુઆત કરેલ છે.
