મોરબી જિલ્લાની મુલાકાત લેતા ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર
લજાઈ પાસે જોગ આશ્રમ-પાનેલી ગામે રામાપીરના મંદિરે ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો
SHARE









લજાઈ પાસે જોગ આશ્રમ-પાનેલી ગામે રામાપીરના મંદિરે ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો
અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ “પ્રોજેક્ટ અભિમન્યુ” માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જિલ્લાના દરેક તાલુકામાં આ કાર્યક્રમ કરવા જણાવેલ તે અંતર્ગત આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ટંકારાના લજાઈ ગામે જોગ આશ્રમ ખાતે અને મોરબી-2 ઘટકના પાનેલી 1 અને 2 તેમજ ગિડચ કેન્દ્રએ સાથે મળીને રામાપીરના મંદિરે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન ભારતીય સંસ્કૃતિ મુજબ વિધિગત રીતે કરવામાં આવ્યું હતું. જોગ આશ્રમ ખાતે ૪૫ અને રામાપીરના મંદિરે 15 સગર્ભાનું ગર્ભ સંસ્કાર આર્યસમાજ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. અને ત્યારે બહેનોને ગર્ભ સંસ્કારથી થતા સગર્ભા માતા, બાળક, પરીવાર અને આવનારી પેઢીને ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારે દાતાઓ દ્વારા સગર્ભા બહેનોને પોષ્ટિક કીટ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોગ આશ્રમ ખાતેના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર ઉપરાંત મયુરીબેન ઉપાધ્યાય, તેજલ દેકાવડીયા, રાજેશ્રીબેન ત્રિવેદી, તલાટી કમ મંત્રી અને વહીવટદાર, આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિતના હાજર રહ્યા હતા અને રામાપીરના મંદિરે પરમાર ક્રિષ્નાબેન, ચાવડા શીતલબેન, હડિયલ જિજ્ઞાશાબેન અને છાયાબેન પંડ્યા સહિતના હાજર રહ્યા હતા
