લજાઈ પાસે જોગ આશ્રમ-પાનેલી ગામે રામાપીરના મંદિરે ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો
મોરબીના રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું
SHARE









મોરબીના રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં કારખાનાના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા મૂળ ખેડા જિલ્લાના યુવાને આર્થિક સંકળામણના લીધે ઓરડીમાં અંતિમ પગલું ભરી લેતા તેનું મોત નીપજ્યું છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રહેવાસી અને રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં એકવાય ડેકોર નામના કારખાનાના સંચાલક યોગેશભાઈ સરડવા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે તેઓના રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એકવાય ડેકોર નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા સંજય દીપાભાઇ ચાવડા (ઉંમર ૨૧) મૂળ રહે. વજેપા ગામ તા.ઠાસરા જી.ખેડા હાલ રહે.રફાળેશ્વર જીઆઇડીસી એકવાય ડેકોર લેબર કવાટરની ઓરડી તેના લેબર કવાટર ખાતે ગળેફાંસો ખાઈ ગયેલ છે.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના બીટ જમાદાર બળદેવભાઈ દેત્રોજા તપાસ માટે પહોંચ્યા હતા અને સંજયભાઇના મૃતદેહને પીએમ માટે સિવિલએ ખસેડવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક સંજયભાઈ ચાવડા ખેડા જિલ્લાના વતની હતા અને અહીં મજૂરી કામ કરીને ઉપરોકત જગ્યાએ ઓરડીમાં રહેતા હતા.તેણે આર્થિક સંકળામણના પગલે અંતિમ પગલુ ભરીને જીવનનો અંત આણ્યો હતો.હાલ તેના વતનમાં તેના પરિવારને આ બનાવની જાણ કરવા પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.
મારામારીમાં ઇજા
મોરબીના મહેન્દ્રનગર પાસે સત્યમ પાર્કમાં રહેતા મયુરભાઈ ભલાભાઇ મકવાણા (30) નામના યુવાનને ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના નાનીવાવડી ગામે તૃપ્તિબેન જીતેન્દ્રભાઈ રામાવત (45)ને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઇ હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
