મોરબીના લીલાપર ગામે આગ લાગતાં 180 મણ જીરું સહિત 8.85 લાખનો માલ બળીને ખાખ
મોરબી: ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ
SHARE









મોરબી: ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે અપહરણ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને સગીરને શોધવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા તાલુકાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવાનની સગીર વયની દીકરીનું સિપુકુમાર નેના રહે. હાલ ઉંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાના વાળાએ અપહરણ કર્યું છે જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે. ચારેલ ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીના આંદરણા ગામે વાડી વિસ્તારમાં રહેતા કુવરજીભાઈ લાલજીભાઈ ઠાકોર (52) નામના આધેડ આંદરણાથી ચરાડવા ગામ તરફ જવાના રસ્તા ઉપર જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મૂળ રાજસ્થાનના રહેવાસીને હાલમાં ઘૂટૂ નજીક રહેતા રાજકુમાર ઓમપ્રકાશ બિશ્નોઈ (25) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે ઘૂટું રોડ ઉપર આવેલ જિલટોપ સીરામીક નજીક મારામારીના બનાવમાં કિરણબેન ધર્મેન્દ્રભાઈ (32) નામની મહિલાને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
