મોરબી શહેર-તાલુકા દારૂની બે રેડ: 42 બોટલ દારૂ સાથે બે શખ્સો પકડાયા, એકની શોધખોળ
મોરબીના લીલાપર ગામે આગ લાગતાં 180 મણ જીરું સહિત 8.85 લાખનો માલ બળીને ખાખ
SHARE









મોરબીના લીલાપર ગામે આગ લાગતાં 180 મણ જીરું સહિત 8.85 લાખનો માલ બળીને ખાખ
મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા યુવાને પોતાના ઘરની બાજુમાં 180 મણ જીરું અને કડબનો જથ્થો એક ઢાળિયા શેડમાં રાખ્યો હતો ત્યાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી જીરુ અને કડબ બળીને ખાખ થઈ ગયેલ છે જેથી 8.85 લાખનો માલ બળીને ખાખ થઈ ગયેલ છે જેની યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના લીલાપર ગામે રબારીવાસમાં રહેતા પ્રવીણભાઈ વશરામભાઈ ભૂંભારિયા (38)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે તેઓએ પોતાના રહેણાંક મકાનની બાજુમાં એક ઢાળીયો શેડ બનાવેલ હતો અને ત્યાં તેણે આસરે 180 મણ જીરું અને કડબનો જથ્થો રાખેલ હતો જેમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને 8,10,000 ની કિંમતનું જીરું અને 75 હજારની કિંમતનો કડબનો જથ્થો આમ કુલ મળીને 8.85 લાખનો માલ બળીને ખાખ થઈ ગયો છે જેથી ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
હળવદ તાલુકાના કડીયાણા ગામે મનહરભાઈ મગનભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા અમીબેન રાઠવાને ટ્રેક્ટરની ઠોકર લાગતા ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવેલ છે.
બાળકી સારવારમાં
મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગર ખાતે રહેતી રક્ષિતાબેન દિનેશભાઈ મુછડીયા (5) નામની બાળકી મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ ઇરોઝ સિરામિક કારખાના પાસે હતી ત્યારે ત્યાં તેને હડકાયું કૂતરું કરડી ગયું હતું જેથી તેને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
