હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ સામે યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE

















મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ સામે યુવાને અણધાર્યું પગલું ભર્યું

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ સામેના ભાગે સોસાયટીના ગેઇટ પાસે આવેલ ઓરડીઓમાં ઉપરના માળે રહેતા યુવાને તેની ઓરડીમાં ચાદર વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું છે.મૃતક કલર કામની મજૂરીનું કામ કરતો હતો.અને મુળ ઉત્તરપ્રદેશનો વતની હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ પોલીસ સ્ટેશન ખાતે જયપ્રકાશ શિવલાલ પાલ યાદવ (૪૦) હાલ રહે. યમુનાનગર સોસાયટી નવલખી રોડ મોરબી મૂળ રહે.ભેસડી ગામ તા.ધનઘાટ જી.સંત કબીરનગર ઉત્તરપ્રદેશ વાળાએ જાણ કરી જણાવ્યું હતું કે, તા.૧૧-૪ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં તેમના ગામના વતની અને હાલ અહીં મોરબીમાં રહીને કલરકામની મજૂરીનું કામ કરતા અમિતસિંહ ગિર્જેશસિંહ રાજપુત (ઉમર ૩૭) હાલ રહે.મોરબી શનાળા- કંડલા બાયપાસ કામઘેનું પાર્ટી પ્લોટ સામે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના ગેઇટ નજીક ઓરડીઓમાં ઉપરના માળે મૂળ રહે.ભેસડી ગામ તા.ધનઘાટ જી. સંત કબીરનગર ઉત્તરપ્રદેશ વાળો તેની ઓરડી ખાતે છતની એંગલમાં ચાદર વડે ગળેટુંપો ખાઈ ગયો છે.જેથી કરીને તેનું મોત નીપજ્યું છે. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ધર્મેન્દ્રસિંહ ઝાલા તપાસ માટે પહોંચ્યા હતા અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.મૃતકે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું ? તે હાલ તપાસનો વિષય છે.

મહિલા સારવારમાં
મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા રવિનાબેન અનિલભાઈ ડંડેચા (28) નામની મહિલાએ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મૂળ દાહોદના રહેવાસી અને હાલમાં કોઈલી ગામે રહેતા અને મજૂરી કામ કરતા મનીષાબેન નારણભાઈ ડાંગી (25) નામની મહિલાએ કોઈ કારણોસર દવા પી લેતા તેને ઉલ્ટી થવા લાગી હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News