મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે મોરબીના ITI ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

ટંકારામાં ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ ઉજવાઇ


SHARE













ટંકારામાં ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ ઉજવાઇ

વિશ્વ રત્ન બાબાસાહેબ ડો. બી.આર.આંબેડકરજીનાં 134 માં જન્મ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં પણ ખુબ હર્ષોલ્લાસ સાથે ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી.

ટંકારા વિસ્તારનાં સર્વ સમાજનાં આગેવાનો તેમજ ધારાસભ્ય સહિતનાં હોદ્દેદારો દ્વારા તથાગત ગૌતમ બુદ્ધ તથા ડો.આંબેડકર સાહેબની પ્રતિમાને દિપ પ્રાગટય કરીને નવનિર્મિત ડો.આંબેડકર ભવનથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ટંકારાનાં મુખ્ય માર્ગોએથી નિકળતી મહારેલી માટે ઠેર ઠેર ઠંડા પીણાનાં સ્ટોલ તેમજ ભીમ ગરબાનું આયોજન કરાયું હતું. અને નવનિર્મિત નગરપાલિકા ભવન સ્થિત બુદ્ધ પ્રતિમાને વંદન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. તેમજ ગઇકાલે સવારનાં નવ વાગ્યેથી તત્સત્ ગૃપ તરફથી ફ્રી આયુર્વેદિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને વાત્સલ્ય સંસ્થા તરફથી સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પ તેમજ બ્લડ ગૃપ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જેમાં ગોકુલ હોસ્પિટલ રાજકોટ તરફથી તબીબી ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. અને આંબેડકર ભવન ખાતે મહારેલી મહાસભામાં ફેરવાઈ હતી જેમાં વક્તાઓએ બાબાસાહેબનાં જીવન સંદેશ વિષે માહિતગાર કર્યા હતાં. આ સમયે સમારંભ દરમિયાન દાતાઓને ફુલહારથી સન્માનિત કરાયાં હતાં.




Latest News