વાંકાનેરના પીપળીયા રાજ ગામે માલઢોર રોડ સાઇડમાં લેવાનું કહેતા યુવાનને માલધારીએ માથામાં લાકડી ફટકારી વાંકાનેરના બોકડથંભા ગામે બીમાર સાસુની ખબર પૂછવા આવેલ અજાણી મહિલા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી ગઈ મોરબીના લાલપર ગામ પાસે ડમ્પરની કચડાઈ જવાથી વતનમાં જઈ રહેલા યુવાનનું મોત મોરબીના રફાળેશ્વર મહાદેવા મંદિરે આજે શિવભક્તોનો મેળો: પિતૃ તર્પણ માટે લોકો ઉમટી પડ્યા  મોરબી યાર્ડમાં ભાજપનો ખરીદ વેચાણ સંઘ બંધ, હવે તડજોડ કરવાના પ્રયાસ કરશે તો સ્ટિંગ ઓપરેશન કરીશું: મનોજ પનારા મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક ગણતરીની મિનિટોમાં આટોપી લેવાઈ ! લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે સેવાકીય પ્રોજેક્ટ આપણી આંગણવાડી આપણી જવાબદારી: મોરબી જીલ્લામાં ૯ સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬ નો પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સામાજિક સમરસતા મંચ-મિશન નવ ભારતની ટીમે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની કરી ઉજવણી


SHARE





મોરબી જિલ્લામાં સામાજિક સમરસતા મંચ-મિશન નવ ભારતની ટીમે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની કરી ઉજવણી

સિમ્બોલ ઓફ નોલેજ, ગરીબોના મસીહા, બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ.ભીમરાવ  આંબેડકર બાબા સાહેબની જન્મ જયંતિ નિમિતે દર વર્ષે મોરબીમાં રેલીનું આયોજન થતું હોય છે. જેના અનુસંધાને સામાજિક સમરસતા મંચ મોરબી જિલ્લા દ્વારા સરબત વિતરણના સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સ્ટોલ રાખવામા આવેલ હતો અને રેલીમાં જોડાયેલ તમામ લોકોને સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો મિશન નવ ભારત મોરબી જિલ્લા ટીમ દ્વારા ડૉ .બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી અને ડૉ. બાબાસાહેબે પોતાનું સમગ્ર જીવન વંચિત વર્ગોના કલ્યાણ માટે ખપાવ્યું છે અને શિક્ષણ, સમાનતા અને ન્યાયના ઉચ્ચ સિદ્ધાંતો પર તેમણે સામાજિક નવચેતનાનો સંચાર કર્યો હતો. અને દુનિયાની સૌથી મોટી લોકશાહીના દૂરંદેશી બંધારણની રચનાથી તેમણે દેશના વિકાસનો પાયો નાંખ્યો હતો.  સમરસ સમાજના નિર્માણ માટે તેમણે આપેલ યોગદાન દેશવાસીઓ માટે પ્રેરણાનો અખૂટ સ્રોત બની રહેશે. તેવી લાગણી વ્યક્ત કરી હતી.




Latest News