માળીયા (મી) નજીક અણીયારી ટોલનાકા પાસે બોલેરો પલ્ટી જતાં દંપતીના મોત મામલે જમાઈએ નોંધાવી ફરિયાદ
મોરબીમાંથી દારૂની આઠ બોટલ સાથે એક શખ્સ પકડાયો, માલ આપનારની શોધખોળ
SHARE








મોરબીમાંથી દારૂની આઠ બોટલ સાથે એક શખ્સ પકડાયો, માલ આપનારની શોધખોળ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી પસાર થઈ રહેલા શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની આઠ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 5128 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને એક શખ્સની ધરપકડ કરેલ છે અને દારૂ આપનારનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીમાં પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની આઠ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 5128 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી અશોકભાઈ પ્રવીણભાઈ ડાભી (29) રહે. રામદેવપીરના મંદિર પાસે સોઓરડી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન આ દારૂનો જથ્થો તેને જયદીપભાઇ ઉર્ફે જયુ બેચરભાઈ ચાઉ રહે, સોઓરડી વરિયાનગર શેરી નં-8 મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે અને દારૂ આપનારા શખ્સને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

